<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

અમરેલી જીલ્લામાં વધુ બે મહિલાને હાર્ટએટેક આવી જતા જીરામાં પરણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, તા.૨૯: અમરેલી જીલ્લામાં દિનપ્રતીદિન અપમળત્‍યુનાં બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. ત્‍યારે જીલ્લામા વધુ બે અપમળત્‍યુના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.જેમાં થોરડીથી મોટા આગરીયા વચ્‍ચે મહિલાને હાર્ટ એટેક આવી જતા.ધારીનાં જીરામાં પરણીતાનું ઝેરી દવા પી જતા મોત નીપજયુ હતું.સાવરકુંડલા તાલુકાના થોરડી ગામથી મોટા આગરીયા ગામ વચ્‍ચે રોડઉપર હસમુખભાઈ રૂખડભાઈ મકવાણા રહે. વાવેરા તથા તેના પત્‍નિી ભાનુબેન હસમુખભાઈ મકવાણા બાઈક પર જતા હોય. રાતના સામેથી મોટા વાહનની લાઈટના કારણે આંખ અંજાઈ જતા અચાનકબાઈકને બ્રેક મારતા ભાનુબેનને હાર્ટએટેકનો હુમલો આવી જતા મોત નીપજયાનું સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં ધારી તાલુકાનાં જીરા મુળુભાઈની વાડીમાં લીલીબેન કાંતીભાઈ વાઘેલા ઉ.વ.૨૮ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નીપજયાનું ચંદુભાઈ ગદાભાઈ ચારોલાએ ઘારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે

(12:32 PM IST)