News of Saturday, 29th August 2026
જામનગરના માંડવી ટાવર પાસે વૃક્ષ ધરાશાયી: વૃક્ષ નીચે પાંચ જેટલા બાઈક અને એક રિક્ષા દબાઈ
વૃક્ષ વીજ લાઈન પર પડતાં વીજળીનો થાંભલો પણ નમી પડ્યો: રસ્તા પર વીજળીનો થાંભલો નમી પડતાં વાહનચાલકોમાં અફરાતફરી

જામનગરના માંડવી ટાવર પાસે વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. વૃક્ષ નીચે પાંચ જેટલા બાઈક અને એક રિક્ષા દબાઈ ગઈ હતી. વૃક્ષ વીજ લાઈન પર પડતાં વીજળીનો થાંભલો પણ નમી પડ્યો હતો. રસ્તા પર વીજળીનો થાંભલો નમી પડતાં વાહનચાલકોમાં અફરાતફરી સર્જાઈ હતી. વૃક્ષ ધરાશાયી થતાં માંડવી ટાવર નજીક વાહનવ્યવહાર ખોરવાયો હતો. સાથે જ આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે વૃક્ષ કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી હતી.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
