તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગેની પ્રક્રિયા ત્વરિત હાથ ધરો : વિનુભાઈ હપાણી
વિસાવદર માર્કેટ યાર્ડના ચેરમેન હપાણીએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘેણી સમક્ષ લેખિત રજૂઆત કરી

વિસાવદર : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વિનુભાઇ હપાણીએ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને એક લેખિત પત્ર પાઠવી ગુજરાત રાજયમા વર્ષ ૨૦૨૬/૨૭માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવા બાબતે લેખિત રજૂઆત કરી છે.
હપાણીએ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજયમાં હાલ મગફળીનુ વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે. આગોતરી મગફળીનો પાક હાલ તૈયાર થવામા છે. મગફળી પકવતા ખેડુતોને ભારત સરકાર દ્વારા નક્કી કરેલ ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમા નીચા ભાવે વેચવાનો વારો ન આવે જેથી ગુજરાત સરકાર દ્વારા આગોતરુ આયોજન કરી મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામા આવે જેથી સમયસર ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ચાલુ થાય જેનો ફાયદો ગુજરાતના ખેડુતોને મળી રહે. જેથી તાત્કાલીક રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામા આવે તે ખેડૂતોનાં હિતમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
