News of Saturday, 29th August 2026
કોમી એકતાની મિસાલ: મુસ્લિમ મહિલાએ હિન્દુ-મુસ્લિમ સહિત તમામ જ્ઞાતિ-જાતિના ભાઈઓને એક સાથે રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
વહિદાબેને જણાવ્યું હતું કે, "મારા માટે દરેક ભાઈ એક સરખા છે. રાખડી પ્રેમ અને રક્ષાનું બંધન છે. હું દર વર્ષે આ રીતે જ તહેવાર ઉજવું છું.

વિસાવદર : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે વિસાવદર તાલુકાના દુધાળા ગીરના મુસ્લિમ બહેન વહિદાબેન હેદુભાઈ કલમતી દ્વારા કોમી એકતાની અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે.
વહિદાબેને જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને અઢારેય વરણનાં અને તમામ જ્ઞાતિ-જાતિના હિન્દુ-મુસ્લિમ ભાઈઓને એક સાથે રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઈચારાનો સંદેશ આપતા વહિદાબેને જણાવ્યું હતું કે, "મારા માટે દરેક ભાઈ એક સરખા છે. રાખડી પ્રેમ અને રક્ષાનું બંધન છે. હું દર વર્ષે આ રીતે જ તહેવાર ઉજવું છું.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
