પોરબંદરમાં પૂ.ભાઇશ્રીના પ્રાગટય દિને બ્લડ ડોનેશન કેમ્પ, ગૌસેવા, સ્વચ્છતા અભિયાન અને ભોજન સેવા
પોરબંદર ઉપરાંત ગુજરાત, દેશના અનેક શહેરો અને વિદેશમાં આધ્યાત્મીક અને સામાજીક -સેવાકીય પ્રકલ્પો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૧: પૂ.રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇ)ના આજે ૭૦ માં પ્રાગટય દિને હરીમંદીરમાં પુજાવિધિ, બ્લડ ડોનેશન કેમ્પ, ગૌસેવા, સ્વચ્છતા અભિયાન અને મિષ્ટાન ભોજન સેવા થઇ રહી છે.
પોરબંદર ઉપરાંત ગુજરાત દેશના અનેક શહેરો અને વિદેશમાં કેટલાય દેશમાં પૂ.ભાઇશ્રીના પ્રાગટય દિને આધ્યાત્મીક અને સામાજીક સેવાકીય પ્રકલ્પોના આયોજનો થયેલ છે.
સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસને સેવા દિન તરીકે તા.૩૧ સોમવારે આજ રોજ પોરબંદર, ગુજરાત, તથા દેશના અનેક શહેરોમાં અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય પ્રકલ્પો દ્વારા પૂજ્ય ભાઇશ્રીનો ૭૦મો પ્રાગટય ઉત્સવ ઉજવવામાં આવી રહયા છે.
સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં સવારે પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજન તેમજ હરિમંદિરના શિવાલયમાં રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
શ્રી હરિમંદિરના સભાગળહમાં સનાતન ધર્મ, સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનના મહત્ત્વ પર સાંદીપનિના ઋષિ દ્વારા સત્સંગ-પ્રવચન રાખેલ છે. પૂ.ભાઇશ્રીના પ્રાગટય દિન નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં સાંદીપનિના ઋષિકુમારો અને અધ્યાપકો અને કર્મચારીઓ દ્વારા તેમજ શહેરથી કોઈએ સ્વેચ્છાએ રક્તદાન કરવા અપીલ કરાય છે.
વળક્ષારોપણ અને પર્યાવરણનું જતન માટે પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ પ્રેરણા આપતા રહ્યા છે. આથી પ્રત્યેક વર્ષની જેમ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે સેવાદિવસના અવસરે મહાનુભાવોના હસ્તે સાંદીપનિ પરિસરમાં વળક્ષારોપણ કરવામાં આવશે.
સાંદીપનિ ગૌશાળામાં ગૌ માતાની પૂજા, વિશેષ ગૌ સેવા, તુલાદાન વગેરે સેવાઓ કરવામાં આવશે. પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટયોત્સવ સેવાદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓમાં તેમજ શ્રીહરિમંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે તથા સેવા દિવસ નિમિત્તે આવેલા મહેમાનો માટે સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપીને અન્નદાનની સેવા ચાલુ છે.
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટય દિવસ સેવાદિવસ નિમિત્તે પ્રતિવર્ષ સ્વચ્છતા અભિયાનમાં શ્રીહરિમંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છ, સુંદર અને પવિત્ર વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવામાં આવી રહેલ છે. આ તમામ સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી બનવા માટે સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ એક યાદીમાં આપવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
