News of Monday, 31st August 2026
સાવરકુંડલા પાલિકા તંત્ર દ્વારા ડીડીટી ઓછી અને ચુનો વધુનો છંટકાવનો આક્ષેપ
મચ્છર-માખીનો ઉપદ્રવ વધ્યોઃ કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાની રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩૧: સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છર-માંખી મારવા માટે તારીખ વય ગયેલી DDT થોડી અને ચૂનો વધારે મિશ્રણ કરીને છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
તેવો ચોંકાવનારો આક્ષેપ કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેર્તાંએ કર્યો છે.
કોર્પોરેટર મહેતાએ જણાવ્યું કે, સાવરકુંડલા શહેરી વિસ્તારના વોર્ડ નં.૬ માં મચ્છરોનો બેકાબૂ ઉપદ્રવ થયો છે. નાના બાળકો, વળદ્ધો રાતે ઊંઘી શકતા નથી. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવો રોગચાળો ફેલાય તે પહેલા દવાનો છંટકાવ અને ફોગીંગની ઝુંબેશ શરૂ કરવા માટે મેં ર્ંતા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને લેખિત ફરિયાદ કરી હતી. કોર્પોરેટર મહેતાએ વધુમાં જણાવ્યું કે, ગત પાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાશ્રીઓ પારદર્શક વહીવટની વાતો કરતા હતા. તેઓએ તપાસ કરવી જોઈએ કે શું ખરેખર તારીખ વય ગયેલી થોડી ..DDT અને વધારે ચૂનો નો છંટકાવ થાય છે? સ્ટોક રજિસ્ટર કાઢો, બિલ કાઢો, ખબર પડી જશે.
જો ખરેખર તારીખ વય ગયેલી DDT ઓછી અને ચૂનાનું મિશ્રણ વધારે હોય તો શહેરના લોકો અને બાળકોના હિતને ધ્યાને લઈ તમારા બેસાડેલા સત્તાધીશો અને તંત્રને સૂચના આપો કે લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે. તાજી DDT મંગાવે, બાકી તો બિલ બની જવાનું છે..!! લોકો પરસેવો પાડીને વેરા તો ભરવાના જ છે - એમ કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
