News of Monday, 31st August 2026
દ્વારકા તથા જામનગર જીલ્લામાં સોૈની યોજનામાં ૬૦૦ કયુસેક પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય ફાયદાકારક

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૧: દેવભુમિ દ્વારકા તથા જામનગર જીલ્લામાં આ વર્ષે અત્યંત ઓછો વરસાદ પડતા ખંભાળીયામાં ૬ ટકા અને જામનગરમાં ૧૪ ટકા જેટલો જ વરસાદ પડયો હોય તથા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તથા અન્ય માંગો માટે આપ તથા અન્ય પક્ષો કોંગ્રેસ વિ. આંદોલન કરી રહયા છે ત્યારે રાજયના મુખ્યમંત્રી દ્વારા દ્વારકા, જામનગર જિલ્લા માટે પીવાના તથા ખેતી સિંચાઇ માટે નર્મદાનું ૬૦૦ કયુસેક પાણી આપવા નિર્ણય કર્યો છે. જેથી લોકોમાં રાહત ફેલાઇ છે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા તથા જામનગર જિલ્લાના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોૈની યોજના લીંક દ્વારા મચ્છુ બેના જળાશયમાંથી પાણી ઉપાડીને પાણી પહેલા લોકો પીવા માટે તથા બાદમાં ખેતી તથા સિંચાઇ માટે આ પાણી આપવામાં આવશે.
૬૦૦ કયુસેક જેવડો મોટો જથ્થો દ્વારકા તથા જામનગરને ફાળવવામાં આવવાની કાર્યવાહી પણ શરૂ થતા લોકોને પીવાનું તથા ખેતી માટેના પાણીમાં પણ લોકોને રાહત થશે. આપ, કોંગ્રેસના સતત આંદોલનાત્મક પગલાથી સરકારે આ પગલુ ભર્યાનું કહેવાય છે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
