News of Tuesday, 1st September 2026
મોરબી અને વનાળીયા ગામે પોલીસના ત્રણ દરોડામાં જુગાર રમતા 16 ઝડપાયા.
મોરબીમાં બાપાકે પ્લાઝામાં દુકાનમાં દરોડો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબી-2 વિસ્તારમાં વિશાલ ફર્નિચર પાસે આવેલા બાપાકે પ્લાઝામાં યૉર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રોકડા રૂપિયા 45200 ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જેમાં પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી (રહે. ઉમા રેસીડેન્સી સોસાયટી, પંચાસર રોડ, મોરબી-1)
ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા (રહે. રોયલ હાઇટ ફ્લેટ નં-501, ઉમા ટાઉનશીપ, મોરબી-2)
જયમલભાઈ મનસુખભાઈ સોલંકી (રહે. શિવગંગા એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી-2)
મેહુલભાઈ રમેશભાઈ બોડા (રહે. રામ મહીમા એપાર્ટમેન્ટ, વૈદેહી પ્લાઝા, રવાપર ઘુનડા રોડ, મોરબી-1)
સતીષભાઈ મુકેશભાઈ કારેણ (રહે. ફ્લેટ નં-503, શિવધારા જલધારા ફ્લેટ, મહેન્દ્રનગર, મોરબી-2)
સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર (રહે. મયુર સોસાયટી, ઉમિયા સર્કલ પાસે, મોરબી-1)
ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા (૨હે. હરીકુંજ એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી-2) જુગાર રમતા ઝડપાયા હતા.
બીજા દરોડામાં મોરબી એલસીબી ટીમે વનાળિયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે વોકળાના કાંઠે એક ઝુંપડામાં રેડ કરી હતી. અહીં ઈશાભાઈ મુસાભાઇ સુમરા બહારથી માણસો બોલાવી 20000 રૂપિયા લઈને પ્લાસ્ટિકના ટોકન આપી જુગાર રમાડતો હતો. પોલીસે રોકડા 80200 અને 5 મોબાઈલ સહિત રૂપિયા 100700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય સૂત્રધાર ફરાર છે.
ઝડપાયેલ આરોપીઓમાં
ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા (ઉંમર 55, રહે. વનાળિયા)
યુનુસભાઈ હાજીભાઈ સુમરા (ઉંમર 40, રહે. વનાળિયા)
જુસબભાઈ સલેમાનભાઈ સુમરા (ઉંમર 52, રહે. માધાપર શેરી નંબર 22, મોરબી)
ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (ઉંમર 52, રહે. વીસીપરા, મોરબી)
માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા (ઉંમર 73, રહે. રવાપર રોડ, મોરબી)
હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા (ઉંમર 62, રહે. જુના સેવા સદન પાછળ, મોરબી-2) (ઈશાભાઈ મુસાભાઈ સુમરા વોન્ટેડ છે)
ત્રીજા દરોડામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ લાયન્સનગરમાં ચારબાઈના મંદિર પાસે જાહેરમાં પોસ્ટર પર પૈસા લગાવી અંદર-બહારનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે દાવ પર લાગેલા અને અંગજડતીના મળી કુલ રૂપિયા 24100 જપ્ત કર્યા છે.
ઝડપાયેલ આરોપીઓમાં
સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા (ઉંમર 50, રહે. લાયન્સનગર ચારબાઈના મંદિર પાસે, મોરબી)
શંક૨ભાઈ રમેશભાઈ કડેવાર (ઉંમર 35, રહે. લાયન્સનગર શેરી નં 3, મોરબી)
શિનભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી (ઉંમર 19, રહે. લાયન્સનગર શેરી નં 3, મોરબી)
અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા (ઉંમર 36, ૨હે. લાયન્સનગર શેરી નં 2, મોરબી)
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
