News of Tuesday, 1st September 2026
મોરબીના સાવડી, ભરતનગર, લાલપર ગામે થશે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
વવાણીયાના માતળશ્રી રામબાઈ માં મંદિરે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજનઃ શોભાયાત્રા, મટકીફોડ સહિતના આયોજનોઃ ગોપાલ યુવા ગ્રુપ અને વિરમગામા પરિવાર દ્વારા બપોરે ૧૨:૦૦ કલાકે કળષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: સાવડી ગામ ખાતે આગામી તારીખ ૦૪-૦૯-૨૦૨૬ ના રોજ શ્નસાવડીનો કાનુડોઙ્ખ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગોપાલ યુવા ગ્રુપ સાવડી અને મનસુખ ગોવિંદભાઈ તથા સમગ્ર વિરમગામા પરિવાર દ્વારા બપોરે ૧૨:૦૦ કલાકે સાવડી ગામ ખાતે આ પાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ધાર્મિક ઙ્કસંગે કળષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થશે. ત્યારે આ ઉત્સવમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સવારે ૮:૦૦ કલાકે રથયાત્રા નીકળશે, બપોરે ૧૧:૦૦ કલાકે સમાજવાડી ખાતે સૌ ગ્રામજનો સમૂહ પ્રસાદ લેશે. કળષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમસ્ત ભરતનગર ગામ દ્વારા ‘‘જન્માષ્ટમી ઉત્સવ'' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે ગામના સાથ અને સહકારથી કાનુડાના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત સવારે૮:૦૦ કલાકે ભરતનગર ગામમાં ભવ્ય રથયાત્રા (શોભાયાત્રા) કાઢવામાં આવશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ, બપોરે ૧૧:૦૦ કલાકે સમગ્ર ગામ અને પધારેલા મહેમાનો માટે ભરતનગર સમાજવાડી ખાતે સમૂહ ફરાળી પ્રસાદ (ધુમાડા બંધ) રાખવામાં આવ્યો છે. આ શુભ અવસરે રથયાત્રામાં જોડાવા અને પ્રસાદ ગ્રહણ કરવા સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના લાલપર ગામમાં આગામી જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ‘‘લાલપર ગામ સમસ્ત'' અને ‘‘લાલપર યુવા ગ્રુપ'' દ્વારા સંયુક્ત રીત‘‘શ્રી કળષ્ણ જન્માષ્ટમી મહોત્સવ - ૨૦૨૬''નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે લાલપર ગામમાં આખો દિવસ ભક્તિસભર અને ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજાશે. લાલપર યુવા ગ્રુપના સભ્યો દ્વારા તહેવારના માહોલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે લાલપર ગામમાં આખો દિવસ ભક્તિસભર અને ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજાશે. લાલપર યુવા ગ્રુપના સભ્યો દ્વારા તહેવારના માહોલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ ભક્તિસભર આયોજનમાં લાલપર ગામના તમામ ધર્મપ્રેમી જનતાને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે લાલપર ગામ સમસ્ત અને લાલપર યુવા ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
માતળશ્રી રામબાઈ માં મંદિર, વવાણીયા ખાતે શુક્રવારના રોજ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંત પ્રભુદાસજી અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ કળષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.
આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી કાંતિભાઈ અમળતિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા અને પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે વિવિધ સંસ્થાઓના પ્રમુખો, આગેવાનો અને મુખ્ય સહયોગીઓ પણ હાજરી આપશે. આ મહોત્સવમાં પધારવા અને કળષ્ણ જન્મોત્સવની ધાર્મિક ઉજવણીમાં સહભાગી થવા ભાવિક ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
