<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પોરબંદર જિલ્લામાં બપોરથી ધીમીધારે વરસાદ શરૂ : કુતિયાણામાં અઢી ઇંચ પોરબંદરમાં એક અને રાણાવાવમાં અડધો ઇંચ,

દરિયાના પાણીમાં કરંટ વધ્યો માછીમારોને ફિશિંગમાં નહીં જવા સુચના

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર:: જિલ્લામાં આજે બપોર થી શરૂ થયેલ ધીમીધારે વરસાદ અત્યારે રાત્રે 8:00 વાગ્યે પણ ચાલુ છે બપોરથી રાત્રે 8:00 વાગ્યા સુધીમાં પોરબંદરમાં એક ઇંચ, કુતિયાણામાં અઢી ઇંચ, તથા  રાણાવાવમાં  અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
 અરબી સમુદ્રમાં કરંટ વધ્યો છે માછીમારોને ફિશિંગમાં નહીં જવા ફેસીલીઝ ફીશરીઝ કચેરીથી સુચના આપવામાં આવી છે

(8:24 PM IST)