તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 21st November 2026
જેતલસર જંકશન ખાતે રેલવેની માંગણીઓ સાથે આમરણાંત ઉપવાસ ચોથા દિવસે પહોંચ્યા: 2 મહિલાની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાઈ
આંદોલનકારીઓ પણ જ્યાં સુધી તેમની તમામ માંગણીઓનો યોગ્ય સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના અડગ

જેતલસર જંકશન ખાતે રેલવે સંબંધિત વિવિધ પડતર માંગણીઓને લઈને ગ્રામવાસીઓ, પૂર્વ કર્મચારીઓ અને વેપારી મંડળો દ્વારા શરૂ કરવામાં આવેલા આમરણાંત ઉપવાસ આંદોલને આજે 4થા દિવસમાં પ્રવેશ કર્યો છે. સતત ઉપવાસને કારણે આંદોલન પર બેઠેલી 2 મહિલા ઉપવાસીઓની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. દરમિયાન, રેલવે તંત્રના 2 અધિકારીઓ આંદોલનકારીઓની મુલાકાતે આવ્યા હતા, પરંતુ તેઓ માત્ર આંદોલન સમેટી લેવાની જ વાત કરી રહ્યા છે અને માંગણીઓ પૂર્ણ કરવા બાબતે તંત્ર ટસનું મસ થતું નથી. બીજી તરફ, આંદોલનકારીઓ પણ જ્યાં સુધી તેમની તમામ માંગણીઓનો યોગ્ય સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના અડગ નિર્ણય પર મક્કમ છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
