News of Tuesday, 3rd November 2026
મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક વૃધ્ધ ખોડાભાઇને પતાવી દેનાર ૭ શખ્સો પકડાયા
તસ્વીરમાં પકડાયેલ સાતેય શખ્સો સાથે તાલુકા પોલીસનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી) (૪.૭)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૩ : ટીંબડી ગામના પાટિયા નજીક પૈસાની લેતીદેતી મામલે વૃધ્ધની હત્યા કરનાર ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
મોરબીના જૂની ટીંબડી ગામના રહેવાસી જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડીયા (ઉ.વ.૩૭) વાળાએ આરોપીઓ ભાવેશ પરષોતમ બારૈયા, હિતેશ ઘનશ્યામ જંજવાડિયા, સુરેશભાઈ, વિનોદ પરષોતમ બારૈયા, ભરત પરષોતમબહિ બારૈયા, દશરથ પરષોતમ બારૈયા અને હિરેન ઘનશ્યામ જંજવાડિયા એમ સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને કૌટુંબિક મામાનો દીકરો અનીલ બારૈયા, મિત્ર જીવણ રમેશ ધંધુકીયા ત્રણેય ટીંબડી પાટિયા તરફ જવા નીકળ્યા ત્યારે રવિભાઈ વીંઝવાડિયા, અલ્પેશ ઝીન્ઝરીયા બંને રવિભાઈને નેક્સન કાર લઈને રસ્તામાં મળ્યા જેથી ગાડીમાં બેસાડી દીધા હતા ગાડીમાં વાત કરી કે હિરેનને તમારા મામાના દીકરા અનિલભાઈ સાથે અગાઉના ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતી બાબતે સમાધાન કરવા આવેલ છે તેની સાથે ગામના વિનોદભાઈ, ભરતભાઈ, ભાવેશભાઈ અને દશરથભાઈ તેમજ હિતેશભાઈ અને સુરેશભાઈ બધા સ્કોર્પીઓ કાર અને સ્વીફ્ટ કારમાં ટીંબડી ગામ તરફ ઉભા છે. ફરિયાદી સહિતના પાંચેય નેકસન કારમાં બેસી ટીંબડી પાટિયા તરફ જતા હતા ત્યારે એક સ્વીફ્ટ કાર અમારી કાર આગળ ઉભી રાખી જેમાંથી હિતેશ અને ભાવેશ નીચે ઉતરી ભાવેશ કહેવા લાગ્યો તારા મામાના દીકરા અનિલને કહેજે પૈસાની લેતીદેતી મામલે હિરેન સાથે સમાધાન કરી લે જેથી ફરિયાદીએ તેને કહ્યું કે તમે તમારી રીતે સમાધાન કરી લો, હું વચ્ચે નથી કહેતા ભાવેશ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી ઝપાઝપી કરી હતી અને ઢીકા પાટું માર માર્યો હતો ત્યારે સ્કોર્પીઓ કાર આવી જેમાં ભરત, દશરથ અને વિનોદ સહિતના ધારિયા અને ધોકા સાથે તૂટી પડ્યા હતા આરોપીઓએ પથ્થરો ઉઠાવી નેકસન કાર તરફ ફેંકતા કોઈ બહાર નીકળ્યું નથી ગાડીના કાચ તૂટતા રવિભાઈને નાકે ઈજા પહોંચી હતી. તેની નેકશન કાર ચલાવી ટીંબડી તરફ ભાગ્યા હતા અને ફરિયાદી એકલો રહી ગયો હતો બંને કારમાંથી ઉતરેલા ઇસમોએ ધારિયા વડે ફરિયાદીને માર માર્યો હતો અને પિતા ખોડાભાઈ છોડાવવા વચ્ચે પડતા તેને કપાળના ભાગે એક ઘા ધારિયાનો મારી દીધો હતો અને બધા કહેતા હતા બંને બાપ દીકરાને મારી નાખવા છે ફરિયાદી અર્ધબેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો સારવાર બાદ જાણવા મળ્યું કે પિતાને કપાળમાં ગંભીર ઈજા પહોંચતા મોરબી હોસ્પીટલમ મોત થયું હતું.
મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તમામ સાત આરોપીને ઝડપી લીધા છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
