News of Monday, 2nd November 2026
ફ્રી માં પાનકાર્ડના નામે 9 લોકોના આધાર ,પુરાવા, ફોટો મેળવી ૯ ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી 36 લાખના વ્યવહારો કર્યા : દ્વારકા સાયબર ક્રાઇમે બે આરોપીને દબોચ્યા
ખંભાળીયાના ભરાણા ગામના અરજદાર તથા અન્ય ૮ વ્યક્તિઓએ ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરાવતા કરૂર વૈશ્ય બેન્ક રાજકોટ શાખામા બેન્ક એકાઉન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો

(કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળિયા:નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, જીલ્લો દેવભુમિ દ્વારકા નાઓએ જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ અંગેના ગુન્હાઓ અટકાવવા તેમજ ગુન્હા સાથે સંકળાયેલ આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ. જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રખર કુમાર, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા નાઓના માર્ગદર્શન આધારે,
અત્રેના જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામના અરજદાર તથા અન્ય ૮ વ્યક્તિઓએ ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરાવતા કરૂર વૈશ્ય બેન્ક રાજકોટ શાખામા પોતાના નામે બેન્ક એકાઉન્ટ હોવાની માહિતી મળતા સદર બેન્ક એકાઉન્ટ અન્ય કોઇ વ્યક્તિએ ગેરકાયદેસર વ્યવહારો કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાનો અને ખોટી સહીઓ કરી ખોલાવેલ હોવાનું જાણવા મળતા આ બાબતે અત્રેના પો.સ્ટે. અરજી કરતા અરજીને લગતા તમામ દસ્તાવેજી પુરાવાઓની ઉંડાણપુર્વક તપાસ કરી અત્રેના સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૧૦૨૬૦૦૨૨/૨૦૨૬ B.N.S-2023 ની કલમ ૬૧(૨),૩૧૬(૨),૩૧૯(૨),૩૩૬(૨),૩૩૮,૩૪૦ તથા આઇ.ટી. એક્ટ અધિનિયમ.૬૬(સી) મુજબનો ગુનો રજીસ્ટર કરેલ ત્યારબાદ
પોલીસ ઇન્સપેક્ટર ઋષિતસિંહ રાઠોડ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનએ પોતાની ટીમને જરૂરી સુચનો કરી અને સાયબર ફ્રોડના ગુન્હાઓના આરોપીઓની ટેકનીકલ સોર્સ અને હુમન સોર્સ આધારે શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેના આધારે ગુન્હામાં ફરીયાદી તથા સાહેદોના આધાર-પુરાવા એકત્રીત કરી, ખોટા બેન્ક એકાઉન્ટ બનાવી તેમા રૂ. ૩૬,૦૦,૦૦૦/- ના નાણાકીય વ્યવહારો કરી ગુનો આચરેલ હોય જેમાં આધાર-પુરાવાએકત્રીત કરનાર અને ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવનાર (મુખ્ય સુત્રધાર) બે આરોપીઓને અટક કરી દિન-૦૫ ની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ સદર બેન્કના ખાતાઓમા થયેલા
નાણાકીય વ્યવહારોની આગળની તપાસ હાથ ધરેલ છે અને અન્ય સાહેદોના પણ આ પ્રકારના ડમી ખાતાઓ મળવાની પુરી શક્યતા જણાતી હોય તે દિશામા વધુ તપાસ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:(૧) અશોકપરી દયાલપરી ગોસ્વામી રહે ભરાણા ગામ, તા,ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા.(૨) ચેતનભારથી કેશુરભારથી ગોસાઇ રહે. કેશોદ, જી. જુનાગઢ.
કામગીરી કરનાર અધિકારી /કર્મચારી PI ઋષિતસિંહ રાઠોડ, HC હેભાભાઇ ચાવડા, HC ભરતભાઇ ચાવડા, HC સાજણભાઇ સુવા, HC ધરણાંતભાઇ બંધિયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
