News of Sunday, 17th May 2026
જામજોધપુરમાં ગળાની બીમારીથી કંટાળી જઇ ૧૯ વર્ષીય યુવક નો ઝેરી ટીકડા પી લઈ આપઘાત
ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળ ની તપાસ હાથ ધરાઈ

જામનગર: જામજોધપુર પોલીસ મથક હેઠળ ઘાસ ના ગોદામ પાસે આવેલા મામાદેવના મંદિર નજીક ૧૯ વર્ષીય યુવકે ગળાની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતકની ઓળખ વિશાલ પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ ધંધુકીયા (ઉ.વ.૧૯), (રહે. ઘાંસના ગોડાઉન પાસે, જામજોધપુર )તરીકે થઈ છે.
આ અબાનવ અંગે પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઇ ધંધુકીયાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ નોંધ મુજબ, મૃતકને છેલ્લા થોડા સમયથી ગળામાં દુખાવાની તકલીફ રહેતી હતી અને ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમને ગળામાં કેન્સર હોવાની શંકા રહેતી હતી, તેમજ જમવામાં પણ તકલીફ પડતી હોવાથી માનસિક રીતે કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા.
બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જામજોધપુર પોસ્ટેમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત નોંધવામાં આવી છે.આ બનાવની વધુ તપાસ પો.હેડ કોન્સ્ટેબલ આર.કે. કંડોરીયા ચલાવી રહ્યા છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
