News of Friday, 15th May 2026
જૂનાગઢના ચાપરડા બ્રહ્માનંદ વિદ્યા મંદિરનું ધોરણ ૧૦નું ૯૨% ઝળહળતું પરિણામ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૫: ક્રાંતિકારી સંતશ્રી મુકતાનંદજી બાપુની પ્રેરણા તેમજ ગુજરાતના પ્રખર શિક્ષણ શાષી શ્રી ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાપરડાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ આવ્યું છે. વિધાર્થીઓના ભવિષ્ય માટે મહત્વના ગણાતા બોર્ડ વર્ષમાં નિષ્ણાત શિક્ષકો, આચાર્ય, શાળા મેનેજમેન્ટ કમિટી અને અધ્યતન ટેક્રોલોજીના સમન્વય સાથે ધો.૧૦ નું ૯૨% પરિણામ મેળવ્યું છે..
જેમાં પ્રથમ સ્થાને જયમલ વીરાભાઈ ૯૮ ૮૨ પીઆર Aગ્રેડ (ગણિત ૧૦૦ વિજ્ઞાન ૯૯ સામાજિક વિજ્ઞાન ૯૮ હિન્દી ૯૩ ગુજરાતી ૯૩,) બીજા સ્થાને વાઘેલા શ્યામ પ્રકાશભાઈ ૯૮.૨૭ પીઆર એ વન ગ્રેડ (ગણિત ૯૯, વિજ્ઞાન ૯૮ સામાજિક વિજ્ઞાન ૯૫, ગુજરાતી ૯૨) અને ત્રીજા સ્થાને વાજા કેવલ ભરતભાઈ ૯૫.૪૨ પીઆર એ વન ગ્રેડ (વિજ્ઞાન ૯૭, ગણિત ૯૩, હિન્દી ૯૫, સામાજિક વિજ્ઞાન ૯૧) સાથે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
જ્યારે એ ટુ ગ્રેડમાં કુલ ૧૨ વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.. તદુપરાંત ૯૦ કરતાં વધુ ગુણ ધરાવતા વિષયોમાં ગણિતમાં કુલ ૧૦. વિજ્ઞાનમાં ૧૦, સામાજિક વિજ્ઞાનમાં ૫. ગુજરાતીમાં ૪ અને હિન્દીમાં ૩. વિદ્યાર્થીઓએ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાપરડા બ્રહ્માનંદ વિદ્યા મંદિરમાં માતા પિતાની હયાતી વગરના વિદ્યાર્થીઓ તેમજ નેસ વિસ્તારમાં રહેઠાણ ધરાવતા વિદ્યાર્થી ભાઈ બહેનોને તદ્દન નિઃશુલ્ક શિક્ષણ સાથે નિવાસી શાળામાં અભ્યાસ સાથે કેળવણી આપવામાં આવી રહી છે આ ઉપરાંત શ્રેષ્ઠ અને નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણનું જ્ઞાન આપી અને વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય ભાવિ રોપવામાં આવી રહ્યું વિદ્યાર્થીઓને મળેલી આ સફળતા બદલ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડ, અધ્યક્ષશ્રી અર્જુનસિહ રાઠોડ, નિયામક શ્રી કમલેશભાઈ ધાધલ તેમજ આચાર્યશ્રી ભાવિનભાઈ જોશીએ તેમજ વિષય શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
