News of Monday, 4th May 2026
જેતપુરના નવાગઢમાં ધંધાખારને લીધે ધોકા પાઇપ ઉડયાઃ ભોજાભાઇ અને પુત્રવધૂને ઇજા

રાજકોટ તા. ૪: જેતપુરના નવાગઢ ધાર દાસી જીવણપરમાં કરીયાણાની દુકાન ધરાવતાં બે પાડોશી વચ્ચે ધંધા ખારને કારણે બોલાચાલી થતાં વૃધ્ધ અને તેના પુત્રવધૂ પર પાડોશીએ ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ નવાગઢ ધાર દાસી જીવણપરામાં રહેતાં અને કરીયાણાની દુકાન ચલાવતાં ભોજાભાઇ ચનાભાઇ જીંજુડા (ઉ.વ.૬૦) ઉપર બાજુમાં જ રહેતાં અને કરીયાણાનો ધંધો કકરતાં ચંદુભાઇ અને તેના બે દિકરા રવિ જીંજુડા તથા રમેશ જીંજુડાએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં દેકારો થતાં પુત્રવધૂ શીતલબેન મુકેશભાઇ જીંજુડા (ઉ.વ.૩૨) વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરવામાં આવ્યા હતાં. બંનેને જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં જેતપુર પોલીસને જાણ કરાઇ હતી. કરીયાણાની દુકાનના ગ્રાહકો બાબતે ધંધાખાર ચાલતો હોઇ બોલાચાલી થતાં આ મારામારી થયાનું જણાવાયું હતું.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
