News of Wednesday, 11th November 2026
ઉનાના ચીખલી ગામે મકાનમાં પેટ્રોલના કેનમાં થયેલ બ્લાસ્ટ બાદ આગ ભભૂકી :માસુમ પુત્ર બાદ પિતાનું પણ કરૂણમોત
દાઝેલી હાલતમાં માતા અને પુત્રી હાલ ભાવનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ: પિતા-પુત્રના એકસાથે મોતના પગલે સમગ્ર ચીખલી ગામમાં માતમ છવાઈ ગયો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે રહેણાક મકાનમાં પેટ્રોલના કેનમાં અચાનક બ્લાસ્ટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગઈકાલે સારવાર દરમિયાન માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે આજે સારવાર હેઠળ રહેલા તેના પિતા બીજલભાઈએ પણ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. જ્યારે દાઝેલી હાલતમાં માતા અને પુત્રી હાલ ભાવનગર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. પિતા-પુત્રના એકસાથે મોતના પગલે સમગ્ર ચીખલી ગામમાં માતમ છવાઈ ગયો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
