News of Saturday, 14th November 2026
મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહમિલન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૪: ધારાસભ્ય અને રાજયના મંત્રી કાંતિભાઈ અમળતિયાના નિવાસસ્થાન ઉમા ટાઉનશિપ ખાતે નૂતન વર્ષના તોહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં હાજર રહેશે.
આ તોહમિલન સમારોહમાં પક્ષના વડીલોનું માર્ગદર્શન મળશે. અને કાર્યકરોનો પરસ્પર સંબંધો વધુ ગાઢ બને અને આત્મીય વધે તે માટે આ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને તા.૨૨ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ ઉમા ટાઉનશીપ ખાતે આ કાર્યક્રમ યોજાશે અને ત્યાર બાદ તમામ લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કાંતિભાઈ અમળતિયાએ ૭૫-મોરબી માળિયા વિધાનસભા ભાજપ પરિવારના તમામ લોકોને તોહ મિલનના કાર્યક્રમમાં આવવા માટે અનુરોધ કરેલ છે.(
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
