News of Saturday, 28th November 2026
મોબાઇલમાં વ્યસ્ત યુવાનના હાથમાંથી ગરમ પાણીની ડોલ બાળકી પર પડતાં દાઝી
મોરબીના બેલા ગામનો બનાવઃ બે વર્ષની જ્યોતિ દાઝી જતાં રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: મોબાઇલમાં મશગુલ માણસ ઘણીવાર અકસ્માત નોતરી લેતો હોય છે. કાં તો પોતે ઘાયલ થતો હોય છે અને કાં તો બીજા માટે મુશ્કેલી સર્જતો હોય છે. આવી જ એક ઘટના મોરબીના બેલા ગામે બની હતી. કાનમાં હેન્ડસફ્રી અને હાથમાં મોબાઇલ પકડી બીજા હાથમાં ગરમ પાણીની ડોલ લઇને જઇ રહેલા યુવાનને રમી રહેલી બે વર્ષની બાળકી ન દેતાં તેની સાથે અથડાતાં હાથમાંથી ગરમ પાણીની ડોલ આ બાળકી પર પડતાં તે ગંભીર રીતે દાઝી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ મોરબીના બેલા ગામે બેલી સેનેટરી કંપની નજીક રહેતાં અને કંપનીમાં કામ કરતાં મુળ ઓરીસ્સાના પ્રભાભાઇ દાસની દિકરી જ્યોતિ (ઉ.વ.૨) ગરમ પાણીની ડોલ માથે પડતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણી બે બહેનમાં નાની છે. તેના પિતાના કહેવા મુજબ અમે કંપનીના ક્વાર્ટરમાં રહીએ છીએ. બપોરે અહિ જ રહેતો મુળ બિહારનો નિશીત કાનમાં હેન્ડસફ્રી ભરાવી એક હાથમાં મોબાઇલ અને બીજા હાથમાં ગરમ પાણીની ડોલ લઇને નીકળ્યો ત્યારે મારી દિકરી રમતી હોઇ તેના તરફ ધ્યાન ન જતાં તેની સાથે અથડાઇ ગયો હતો. આને કારણે તેના હાથમાંથી ડોલ મારી દિકરી પર પડતાં તેણી ગરમ પાણીની દાઝી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
