News of Saturday, 14th November 2026
અમરેલીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય મહા અન્નકૂટ ઉત્સવ યોજાયો
ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કોઠારી સાધુ ચરિત સ્વામીએ ઠાકોરજી સમક્ષ વૈદિક પૂજન કરી ગોવર્ધન પૂજા અને મહાઆરતી કરી, ૧૦૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાયો

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૧૪, નૂતન વર્ષના પ્રારંભે અમરેલીમાં આકાર લઈ રહેલા ગુલાબી પથ્થરોના ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સભાગળહમાં ભવ્ય મહા અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. અમરેલીમાં ગાંધીબાગ પાછળ, સરદાર સર્કલ સામે, પોલીસ લાઈનની બાજુમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુલાબી પથ્થરોનું ભવ્ય અને દિવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે અને આ મંદિરના ગુણાતીત સભાગળહમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શુદ્ધ અને શાકાહારી ૧૦૦૦થી વધુ વાનગીઓ તૈયાર કરી ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત ગુરુ પરંપરા, ભગવાન શ્રી સીતારામ, શ્રી રાધાકળષ્ણ દેવ, શ્રી શિવ-પાર્વતીજી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હનુમાનજી તથા ગણપતિજીને મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને મંદિરના કોઠારી સાધુ પૂ. ચરિત સ્વામીએ ઠાકોરજી સમક્ષ વૈદિક પૂજન વિધિ સાથે ગોવર્ધન પૂજા અને મહા આરતી કરી અન્નકૂટ ઉત્સવને ખુલ્લો મૂકયો હતો. ત્યારબાદ વહેલી સવારથી સાંજે છ વાગ્યા સુધી જિલ્લાભરમાંથી હજારો સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના પ્રાંગણમાં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ યોજાયો હતો અને ઉપસ્થિત હરિભક્તોએ યજ્ઞનારાયણને આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મહા અન્નકૂટ ઉત્સવમાં દર બે કલાકે આરતીનો લાભ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અધિકારીઓ, જુદી જુદી સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ લીધો હતો.
અન્નકૂટ ઉત્સવ પૂર્ણ થયા બાદ જુદી જુદી ૧૨ જેટલી સેવાકીય સંસ્થાઓના માધ્યમથી મહાપ્રસાદ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવ્યો હતો. આ મહા અન્નકૂટમાં મંદિરના કોઠારી સંત પૂ. સાધુ ચરિત સ્વામી, પૂ. યોગવીર સ્વામી, પૂ. દિવ્ય સેતુ સ્વામી, પૂ. વિનય જીવન સ્વામી સહિત ૫૫૦થી વધારે હરિભક્તો સેવામાં જોડાયા હતા અને સમગ્ર ઉત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
