<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જસદણમાં વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા ભવ્‍યતાથી ત્રીવિધ કાર્યક્રમ યોજાયો

મહાઆરતી, રાસગરબા,સરપ્રાઈઝ ગેઇમ,અલ્‍પાહાર સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૪: વિશ્વ વણિક સામાજિક સંગઠન પ્રેરિત સમસ્‍ત વણિક એકતા મંચ જસદણ દ્વારા હવેલીના બેન્‍કેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ આરતી માટેના ડ્રોમાં પસંદ થયેલા પાંચ બહેનો રાજેશ્વરીબેન કૌશિકભાઇ જીવાણી, નમ્રતાબેન અમરીશભાઈ ધ્રાફાણી, દક્ષાબેન રાજેશભાઈ અંબાણી,  રિદ્ધિબેન વડોદરિયા તેમજ દીપ્તિબેન દીવાનના હસ્‍તે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્‍યારબાદ શરદોત્‍સવ નિમિત્તે બહેનો માટે રાસ ગરબા યોજાયા હતા. વિશ્વ વણિક સામાજિક સંગઠન  રાજકોટ ખાતેથી ઉપસ્‍થિત અશ્વિનભાઈ પટેલ ઉત્‍પલભાઈ દોશી, પરેશભાઈ જનાણી વગેરે પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતું. અશ્વિનભાઈ પટેલે જસદણના તમામ હોદ્દેદારો કારોબારી સભ્‍યોનું સુંદર કાર્યક્રમ બદલ ઉપરણો ઓઢાડીને સન્‍માન કર્યું હતું. મંત્રી ભરતભાઈ અંબાણીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. સંસ્‍થાના કારોબારી સભ્‍ય અને વણિક સમાજના અગ્રણી દિલીપભાઈ કલ્‍યાણીએ પારિવારિક  વાતાવરણમાં જુદી જુદી સરપ્રાઈઝ ગેઇમ રમાડીને તમામ લોકોને ખૂબ જ આનંદની અનુભૂતિ કરાવી હતી.વિશ્વ વણિક  સામાજિક સંગઠનના પ્રમુખ ભરતભાઈ ધારૈયાએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં સમયસર ઉપસ્‍થિત રહેલા અગિયાર બહેનો જ્‍યોતિબેન ગાંગડીયા,  મીતાબેન ધારૈયા, સોનલબેન મહેતા, હીનાબેન નરેશભાઈ જનાણી, સેજલબેન પરીખ, અંકિતાબેન દિવાન, તોહલતાબેન બાબરીયા, જીયા વડોદરિયા, જ્‍યોતિબેન ધારૈયા, અર્પિતાબેન ગીતેશભાઈ અંબાણી, કામિનીબેન નિલેશભાઈ રાઠોડનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 મોઢ વણિક સમાજ, સોરઠીયા વણિક સમાજ, સોની વણિક સમાજ, જૈન વણિક સમાજ સહિતના સમસ્‍ત વણિક સમાજના પરિવારના તમામ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે મિક્ષ ભજીયા, ચટણી, કોલ્‍ડ્રીક્‍સ આપવામાં આવ્‍યું હતું. પ્રમુખ ભરતભાઈ કે. ધારૈયા, ઉપપ્રમુખ, નીતિનભાઈ જસમાણી, ઉપપ્રમુખ નિલેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ પાટડીયા, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, મંત્રી ભરતભાઈ અંબાણી, સહમંત્રી નરેશભાઈ જનાણી, સહમંત્રી ધર્મેશભાઈ પરીખ,કારોબારી સભ્‍યો દિલીપભાઈ કલ્‍યાણી, ગીતેશભાઈ અંબાણી, ધવલભાઈ જીવાણી, તેજસભાઈ વડોદરિયા, શૈલેષભાઈ ભાડલીયા, ધવલભાઈ ગાંધી, હિતેશભાઈ ધ્રાફાણી, મનોજભાઈ જી. અંબાણી, નિલેશભાઈ દિવાન, હિતેશભાઈ ધારૈયા, રાહુલભાઈ ટોલિયા, મુકુલભાઈ મહેતા, મિતુલભાઈ પાટડીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(10:51 AM IST)