News of Wednesday, 15th April 2026
માધવપુરમાં અખાત્રીજે સમસ્ત કોળી સમાજનો સમુહ લગ્નોત્સવ
સમુહલગ્નમાં ૧૭ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશેઃ દાતાઓ દ્વારા કન્યાઓને અઢળક ગૃહ ઉપયોગી વસ્તુઓનો કરીયાવરઃ સ્થળ ઉપર મેરેજ સર્ટીફીકેટસ સમુહ લગ્નમાં પ૦થી વધુ ઉચ્ચ પગારની સારી નોકરી મેળવનારા જ્ઞાતિના યુવક-યુવતીઓનું સન્માન કરાશેઃ ચામુંડા સાઉન્ડ દ્વારા સમુહલગ્નમાં ડી.જે.ની વિનામુલ્યે સેવા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧પઃ માધવપુર (ઘેડ) ગામે કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ના ઉપક્રમે અને કોળી સમાજ દ્વારા આગામી તા ૧૯/૪/૨૬ રવિવાર ને અખાત્રીજ ના શુભ દિને કોળી સમાજ ના ૪૫ માં સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૭ નવ દંપતી ઓ પ્રભુતામાં પગલાં. પાડશે, વિવિધ દાતાઓદ્વારા અઢળક ગળહ પયોગી ચીજ વસ્તુ અપાશે સ્થળ પરજ લગ્ન સર્ટિફિકેટનું વિતરણ થશે
સમૂહ સમૂહ લગ્નોત્સવ કોળી સમાજની વાડી સામે આવેલ બ્રહ્મસમાજના સેવા કર્મી દાતા જગદીશ ભાઈ પુરોહિતના નારિયેળીના બગીચા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં કોળી સમાજની ૪૭ હજાર જેટલી વસવાટ કરે છે આ જિલ્લામાં બહુધા વસિત ધરાવતો કોળી સમાજમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે આ થી સમાજમાં કુરિવાજો અંધશ્રદ્ધા વ્યસનોને તિલાંજલિ આપી કન્યા કેળવણીને વેગ આપવો અને આર્થિક રીતે નબળા પરિવારોને ઉપયોગી થવાની ઉમદા ભાવના માટે પ્રતિવર્ષ અખાત્રીજના રોજ આ સમૂહ લગ્નોત્સવનું છેલ્લા ચાર દાયકાઓથી આયોજન કરવામા આવે છે માંગરોળ માળિયા વિસ્તારના ધારાસભ્ય અને માધવપુર કોળી સમાજના શ્રેષ્ઠી ભગવાનજી ભાઈ કરગટીયાની શુભેચ્છાઓ થકી ચાર દાયકાઓથી અવિરત આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. માધવપુર કોળી સેવા સમાજ નાસેવા કર્મી પ્રમુખ રમેશભાઈ બચુભાઈ કરગટીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં પૂર્વ સરપંચ રામભાઈ કરગટિયા, દેવશીભાઈ કરગટીયા, ગોવિંદભાઈ બાલસ, દેવાભાઇ સરવૈયા પ્રતાપભાઈ ભુવા, લાખાભાઈ કરગટીયા, આશિષભાઈ ખેર, અજય ભાઈ ભુવા, વિજયભાઇ બાલસ, ગિરીશભાઈ બારૈયા, ભરતભાઇ બારૈયા, કાનભાઇ રામજીભાઈ ભૂવા, અજયભાઈ ભૂવા કરગટીયા, વિપુલભાઈ વાજા , હરજીભાઈ ભુવા, કાળુ ભાઇ ભૂવા, દેવા માવડિયા, વિકાસભાઈ કરગટીયા બેઠકોમાં સરપંચ દેવાં ડાભી, ભનુભાઈ ભુવા, પોરબંદર જિલ્લા કોળી સમાજરત્ન ડો ઈશ્વરલાલ ભરડા, જયભાઈ વાજા, હર્ષદમા વડિયા સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકોમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવા સર્વાનુમત્તે નિર્ણય લવાયો હતો. સમૂહ લગ્નોત્સવ શુભ માંગલિક અવસરે શુભ ચોઘડીએ મંડપ રોપણ, જાન આગમન હસ્ત મેળાપ બપોરે ૧૧ કલાકે ભોજન સમારંભ અને બપોરે ૧ વાગે સત્કાર સમારંભમાં ઋષિ કુમાર શાષાી રાજુભાઈ પુરોહિત સહીત સંતો મહંતો અને સમાજ શ્રેષઠીઓ નવયુગલોને આર્શીવચનો આપશે.
વિવિધ ૩૯ દાતાઓ દ્વારા કબાટ, સેટી પલંગ, ગાદલું સ્ટીલ બેડા, કુકર ઘડિયાળ સહીત અઢળક કરિયાવર ગળહપયોગી ચીજ વસ્તુઓ આપવામાં આવશે તદ્દ ઉપરાંત સંજયભાઈ વાજા, માં ચામુંડા સાઉન્ડ અને ડી. જે તેમજ ૐ ડી. જે. ની નિઃશુલ્ક સેવા મળશે.
જૂનાગઢ,ગીર સોમનાથ, પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્ટમા પ્રથમ સમૂહ લગ્નોત્સવ પ્રારંભ કરનારા આ માં ધવપુર ઘેડને શ્રેય જાય છે. વર્ષ ભર અનેક સમાજ ઉત્કર્ષની સેવા પ્રવુતિ કરવામાં માધવપુર સૌરાષ્ટ્ર પંથકમાંઅગ્રેસર છે શ્રી કળષ્ણ રુક્મિણી વિવાહ ઉત્સવ નિમિતે પાંચ દિવસનો ભવ્ય રાષ્ટ્રીય લોક મેળોમાં પાંચ દિવસ નિઃશુલ્ક કોળી સમાજની વાડી ખાતે ૫૦ જેટલા યુવાનો ભોજન અને નિવાસની વ્યવસ્થા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હજારો ભાવિકોની ભોજન આવાસની સુવિધા જાળવે છે જન્માષ્ટમી પર્વની ઉજવણી મા નહીં નફો, નહીં ખોટ એ અનુસાર જનતા તાવડો યોજીને પ્રતિવર્ષ નવ દસ લાખરૂપિયા જરૂરીયાતમંદ દર્દીઓને મેડિકલ સહાય આપવામાં આવે છે કોળી સમાજની વાડીમાં આધુનિક કમ્યુટર લાઇબ્રેરી ની સુવિધા ઉભી કરવામાં આવી છે આ લાઈબ્રેરી ની મુલાકાત અમેરિકાના દાતા દેવશીભાઈ વાઢિયા અને રતનબેન વાઢિયા આવ્યા હતા. પ્રભાવિત થઇને સ્થળ પર રૂપિયા૧,૦૦.૦૦૦ એક લાખ આપી ને નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવતા યુવકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું જેમાં દર વર્ષે જી પી એસ સી.યુ.પી એસ સી ગૌણ પસંદગી બોર્ડની સમયાંતરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક તાલીમ આપી સજ્જ કરવામાં આવે છે.
આ સમૂહલગ્ન ૫૦ જેટલાં નોકરી મેળવનાર યુવક યુવતી ઓને સમૂહ લગ્નમાં મહાનુંભાવોના હસ્તે સન્માનિત કરવામાંનું પણ આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સેવા ભાવિ સમાજ શ્રેષ્ઠીઓની સેવાની કદર રૂપે અભિવાદન કરવામાં આવશે.
આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા છેલ્લા ચાલીસ વર્ષથી કાર્યરત માધવપુર શ્રી અખંડ જ્યોત યવક મંડળ ના ૬૦ જેટલાં યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે વિશેષ જાણકારી માટે શ્રી રમેશ ભાઈ કરગટીયા મોબાઈલ ૯૮૭૯૦. ૪૦૩૩૫ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
