<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ઉપલેટા તાલુકાના લાઠ ગામે આભ ફાટ્યું.:બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું.

ઉપલેટાથી લાઠ ભીમોરા મજેઠી તરફ જતા રસ્તાઓનું થયું ધોવાણ: ઉપલેટા થી લાઠ તરફ જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ : ભારે વરસાદને કારણે લાઠ ગામ સંપર્ક વિહોણું.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે આભ ફાટ્યું છે . લાઠ ગામમાં બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું છે . ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ ભીમોરા મજેઠી તરફ જતા રસ્તાઓનું ધોવાણ હટ્યું છે . ઉપલેટા થી લાઠ તરફ જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે . ભારે વરસાદને કારણે લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે  ઉપલેટા થી લાઠ તરફ જતા રસ્તાઓનું કામ ચાલુ હોવાને લઈને અપાયેલા ડાઈવવર્ઝનનું ધોવાણ થયું છે . ડાઈવવર્ઝનનુ ધોવાણ થતાં વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે, ઉપલેટાથી લાઠ ભીમોરા મજેઠી તરફ. આવા જવામાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .

(7:58 PM IST)