<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

અમરેલીના જળજીવડીમાં જમીન મુદ્દે ધમકી આપતા પ્રોઢનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૫: ધારી તાલુકાના જળજીવડી ગામે રહેતા કિશોરભાઈ ઠાકરશીભાઈ સાવલીયાના ભાઈ મરણ જનાર ભીમજીભાઈ ઠાકરશીભાઈ સાવલીયા રહે. જળજીવડી વાળાની ગામની સીમમાં આવેલ ૧૫ વીઘા જમીનમાં આરોપીઓ ?ાગજી વાઘજીભાઈ ફીણવીયા, વશરામ વાઘજીભાઈ ફીણવીયા, વાલજી વાઘજીભાઈ ફીણવીયા, ગૌતમ પ્રાગજીભાઈ ફીણવીયા, પ્રવિણ વશરામભાઈ ફીણવીયાએ દોઢવીઘા જમીન તેમની નીકળે છે.

તેમ કહી મરણજનાર ભીમજીભાઈની ખેતીની જમીનમાં દોઢ વીઘા જમીનમાં પીઢુખોડી ભીમજીભાઈને જમીનમાં નહિ આવવા દઈ ગાળો બોલી અવાર નવાર ધાક-ધમકી આપી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર માનસીક ત્રાસ આપતા હોવાથી મરણજનાર ભીમજીભાઈસાવલીયા આરોપોઓના માનસીક ત્રાસથી તેમજ ધમકીઓ આપવાથી કંટાળી જઈ પોતના રેહણાક મકાનના ધાબા ઉપરથી મરવા માટેપડતા માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્‍યાન મોતનિપજેલ અનેમરણજનારને મરવા મજબુર કરવા એકબીજાએ મદદગારી કરી ગુન્‍હો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગીગાસણ ગામે પ્રૌઢ ઉપર હુમલો

ધારી તાલુકાના બોરડી ગામે રહેતા અશ્વિનભાઈ ભોળાભાઈ કુંજડીયા ઉ.વ.૫૨ તથા તેની સાથેના પોતાનું બાઈક લઈ ગીગાસણ ગામે ખોટકાના કામે આવતા હોય. અને ગીગાસણ ગામે ગોરસીયા માતાજીના મંદિરની પાસે પહોચતા રસ્‍તામાં એક ફોરવ્‍હીલ કાર થાંભલા સાથે અકસ્‍માત થયેલ હાલતમાં પડેલ હોય. જેથી અશ્વિનભાઈએ તેમની સાથેનાને કહેલ કે કોઈકે થાંભલા સાથે ફોરવ્‍હીલ કારભટકાવેલ છે. તેમ કહી અશ્વિનભાઈ તથા તેની સાથેના આ અકસ્‍માતના કોઈ ઈજા પામેલ હોય. તો મદદ કરવાના ઈરાદે પોતાનું બાઈક ઉભુ રાખતા ગીગાસણ ગામના રવી દિલુભાઈ કોટીલાએ અશ્વિનભાઈને કહેલ કે મારી ફોરવ્‍હીલ કાર ભટકાવેલ છે. તું કેમ ડોઢો થાય છે. તેમ કહી ગાળો બોલી ઢીકાપાટુ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અકસ્‍માત

વડીયાના હનુમાન ખીજડીયા રોડપર વડીયા કળષ્‍ણપરા ખાડીયા પ્‍લોટમાં રહેતા અજયભાઈવલ્લભભાઈ પટોળીયા પોતાનું બાઈક જી.જે.૦૩એલ.એ. ૪૨૬૬નું ચલાવી પાછળ મજુર સંજયભાઈ પવારને બેસાડી વાડીએથી વડીયા ગામ તરફ આવતા હોય. સામેથી રોંગ સાઈડમાં બોલેરો ગાડી જી.જે.૩૬વી. ૭૧૬૭ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે ભટકાવતા અજયભાઈ તથા સંજયભાઈ બાઈક પરપડી જતા અજયભાઈને શરીરે મુંઢ ઈજા તથા જમણા હાથના પોંચામાં ફ્રેકચર કરી સંજયભાઈ પવારને પગમાં સામાન્‍ય ઈજા કરી નાસી ગયાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી આપ્‍યાની ફરિયાદ

સાવરકુંડલા અમરેલી રોડ જુના મસ્‍જિદની સામે સુફીયાન આરીફભાઈ મામદાણીના પિતા સાથે આશીફભાઈ હબીબભાઈ હિંગોરા ઉ.વ.૫૪ સમાજ લેવલનુ જમણવાડ રાખેલ હતુ. જેમાં સ્‍વૈચ્‍છિક મદદ કરવા માંગતા હોય. જેબાબતેની વાતચીત સુફીયાના પિતા તથા આશીફભાઈ કરતા હોય. જેથી સુફીયાન ત્‍યા ઉભેલ હોય.

જેથી સારૂ નહી લાગતા આશીફભાઈને ઢીકાપાટુ, લોખંડનું વજનીયુ મારી શરીરે મુંઢ ઈજા કરી તથા છરી વડે ડાબા હાથના અંગુઠા અને આંગળી વચ્‍ચે ઈજા-કરી જાનથી મારી નાખવાની ઘમકી આપ્‍યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે સુફીયાન આરીફભાઈ મામદાણીના પિતા સાથે સામાવાળા આશીફભાઈ હબીબભાઈ હિંગોરાએ નિયાજનું નિમંત્રણ આપવા જવાનું કહેતા રૂ.૧૦૦૦ તથા પેટ્રોલના રૂ.૨૫૦ આપવાના નકકી કરેલ હતા. અને સુફીયાના પિતા પાસેનિયાજના બેઘરના રૂ.૧૦૦૦ જમા હતા. અને ૧૨પ૦રૂ.સામાવાળા પાસેથી લેવાના હોય. જે વાતનું સામાવાળાને સારૂ નહી લાગતા સુફીયાન તથા તેના પિતાને ગાળો બોલી ઢીકાપાટુ વડે શરીરે આડેઘડ મુંઢ માર માર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચમારડી ગામે યુવતી ગુમ

બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતી યુવતી પોતાના ઘરેથી નીકળી ગયેલ હોય. અને આજ દિન સુધી ઘરમેળે તપાસ કરતા મળી આવેલ ન હોય. જેથી ગુમ થયાનુ યુવતીના પિતાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

યુવતીએ ઝેરી દવા પીધી

બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતી યુવતીને પોતાના ગામના ઉમેશ છનાભાઈ ઝાપડીયા સાથે પ્રેમ સંબંધ હોય. જેની જાણ ઘરે થતા ઠપકો આપતા પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે ખડ બાળવાની ઝેરી દવા પી જતા ભાવનગર દવાખાને સારવાર માટે ખસેડવામાં આવે છે

(1:23 PM IST)