<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

કલ્‍યાણપુરના શખ્‍સે રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું...

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા તા. પકલ્‍યાણપુર તાલુકાના ચુર ગામે રહેતા દિવ્‍યેશ ઉર્ફે દિલીપ હરિરામ કાનદાસ ગોંડલીયા નામના ૩૭ વર્ષના બાવાજી યુવાને પોતાના મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કરતા આ અંગે જિલ્લાના એન્‍ટી નાર્કોટિક્‍સ વિંગના પોલીસ સ્‍ટાફે દરોડાની કાર્યવાહી કરી, ઉપરોક્‍ત શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં આ સ્‍થળેથી પોલીસને કુલ રૂ. ૧૦૫,૫૫૦ ની કિંમતનો ૨ કિલો ૧૧૧ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્‍યો હતો. આ સમગ્ર મામલે કલ્‍યાણપુર પોલીસે આરોપી દિવ્‍યેશ ઉર્ફે દિલીપ ગોંડલીયા સામે એનડીપીએસ એક્‍ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.

(12:51 PM IST)