<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વંથલીના સોનારડી ગામનો શખ્‍સ વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડાયો

ક્રાઇમ બ્રાન્‍ચે ૩૭ હજારનો મુદામાલ કબજે કર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩: વંથલી તાલુકાના સોનારડી ગામે રહેતો સદામ સ/ઓ હુસેનભાઇ મુસાભાઇ પલેજા ઉ.વ. ૩૨ નામનો શખ્‍સ ઇંગ્‍લિશ દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા જુનાગઢ ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઇ બી. જી. ચેતરીયાની સૂચનાથી પીએસઆઇ ડી. કે.  પટેલે સ્‍ટાફ સાથે દરોડો પાડયો હતો.

શખ્‍સના મકાનની તલાશી લેતા રૂપિયા ૨૭,૦૦૦ના ઇંગ્‍લિશ દારૂના ૧૮૦ ચપટા મળી આવતા પોલીસે હુસેનભાઇ મુસાભાઇ પલેજાની ધરપકડ કરી દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શખ્‍સ દારૂનો જથ્‍થો જૂનાગઢના એજાજ અમદભાઇ સેતા નામના શખ્‍સ પાસેથી લાવ્‍યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી કરી હતી.

(12:46 PM IST)