<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જસદણ વિંછીયા તાલુકાના વિવિધ પ્રશ્નોના નિકાલ માટે બેઠક મળી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા.૨૦:મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્‍યક્ષતા માં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બોલાવવામાં આવેલી.જેમાં પ્રાંત અધિકારી મદદનીશ પોલીસ અધિક્ષક જસદણ,તાલુકા વિકાસ અધિકારી જસદણ/વિછીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,રાજકોટ, કાર્યપાલક ઈજનેર માર્ગે અને મકાન સ્‍ટેટ, નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ,કાર્યપાલક ઇજનેરશ્રી પીજીવીસીએલ સહિતના જિલ્લા તેમજ તાલુકાના તમામ અધિકારીઓ હાજર રહેલ હતા.

જેમાં ગામ તળમાં પ્‍લોટ ફાળવણી, વિચરતી મુક્‍તિ જાતિને પ્‍લોટ ફાળવણી, સરકારી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ,જસદણ વિછીયામાં પશુ દવાખાના માટે જમીન માગણી સહિતના વિવિધ વિભાગોની સરકારી જમીનની માંગણી,માર્ગ અને મકાન હસ્‍તકના ચાલુ કામો/બાકી કામોની સમીક્ષા, પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓના બાંધકામોની સમીક્ષા,સૌની યોજના નું પાણી વિતરણ થાય એ બાબત ના વિવિધ પ્રશ્નો ની ચર્ચા થઈ અને જરૂરી સૂચનો આપવામાં આવ્‍યા હતા.

આ બેઠકમાં જસદણ-વિંછીયા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્‍યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્‍યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ પણ હાજર રહેલ હતા.

(11:47 AM IST)