News of Wednesday, 18th November 2026
ઉના પંથકનો મધ્યમ વર્ગનો પરિવાર સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચી ગયો
સોશ્યલ મીડિયામાં પાંચ રૂપિયાની જૂની ચલણી નોટ સામે પાંચ લાખ આપવાની લાલચ આપીઃ પાર્સલના ચાર્જના નામે રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા ગઠિયાનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૮ :.. સોશ્યલ મીડિયામાં પાંચ રૂપિયાની જૂની નોટ સામે પાંચ લાખ મળી શકે તેવી લાલચ આપીને એક મધ્યમવર્ગના પરિવારને સાયબર ગઠિયાઓએ ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારજનોની જાગૃતિને લીધે ચલણી નોટોના પાર્સલના નો વિવિધ ચાર્જની ઉઘરાણી કરતા પરિવારજનો ચેતી ગયા હતા અને સાયબર ગઠિયાનો મોબાઇલ નંબર અને વોટસએટ નંબર બ્લોક કરી દીધા હતાં.
એક મઘ્યમ વર્ગ ના પરિવાર ના એક સભ્ય એ પોતાના મોબાઈલ ફોન મા એક એપ્લિકેશનમા જાહેરાત વાંચી હતી કે તમારી પાસે રૂપિયા ૫ / ના દર ની જૂની ચલણી નોટ હોય તો તેના ૨૫લાખ રૂપિયા આપીશું તેથી આ જાહેરાત મા આપેલ ફોન નંબરમા ફોન કરી તેમની પાસે પાંચના દરની નોટ વેચવા જણાવેલ ત્યારે એક વોટશપ મા કયુ આર કોડ મોકલી પારસલ ખર્ચ ના ૪૫૦/ મોકલવા નું કહેતા રૂપિયા જમાં કરાવેલ અને સામે થી જવાબ આવેલ કે એક કાર્ટૂન મા તેમના માટે ૫૦૦/ ના દર ની ૨૫લાખ રૂપિયા રોકડા નું પારસલ બાય એર મોકલેલ છે.
જેનો વિડિઓ પણ મોકલેલ હતો ત્યારે બાદ સામે થી ઉના ના મોબાઈલ ફોન ધારક ને વિડિઓ આવેલ કે તમારું પારસલ એર પોર્ટ ઉપર સિકી્યુરિટી ના ચેકીંગ દરમિયાન રોકી દેવામાં આવેલ છે.જે છોડાવા પ્રથમ ૮૦૦૦/ જમાં કરાવવા માંગણી કરેલ અંતે રકઝક કરી ૪૦૦૦/ જમાં કરવા કહેલ.
આ બનાવ ની જાણ આ પરિવાર ના એક મોભી ને થતા. આ સાયબર ફ્રોડ હોવાની શંકા જતા. એક પણ રૂપિયો મોકલવા ઇન્કાર કરતા સામે થી એક હિન્દી ભાષા મા વિડિઓ મોકલી અને તમે અમને પેમેન્ટ ના કરી હેરાન કરતા હોય તમારી સામે પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરતા નો ફ્રોડ વિડિઓ મોકલી ડરાવી ધમકાવતા.તો પણ તેમને મચક ન આપી મોબાઈલ ધરાકે તે ફોન નંબર અને વોટ્સેપ બ્લોક કરી નાખેલ અને પોતાના બેન્કના ખાતામાંથી મોટી રકમ ઉપાડતી બચાવી લીધી હતી. સમાજ ના દરેક લોકો ને આ બનાવ લાલ બત્તી સમાન છે. કોઈ એ સોશ્યલ મીડિયામાં લોભામણી અને મોટી લાલચ મા ન આવવું જોઇએ
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
