<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જામનગર માટે ગૌરવની ક્ષણ: શ્રી આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કરની સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના કારોબારી સભ્ય તરીકે વરણી

વિશ્વના 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ધરાવતી સર્વોચ્ચ સંસ્થામાં જામનગરના આગેવાનની પસંદગી - આર્યસમાજ પરિવારે હર્ષ સાથે અભિનંદન પાઠવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ :  વિશ્વવ્યાપી આર્યસમાજનું સર્વોચ્ચ સંગઠન ગણાતી સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના કારોબારી સભ્ય તરીકે શ્રી આર્યસમાજ – જામનગરના પ્રમુખ  દીપકભાઈ જયંતિલાલ ઠક્કર*ની વરણી કરવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા એ આર્યસમાજનું વૈશ્વિક સ્તરનું સર્વોચ્ચ સંગઠન છે, જે વિશ્વના *50થી વધુ દેશો*માં ફેલાયેલા આર્યસમાજોનું પ્રતિનિધિત્વ કરે છે. આટલા મોટા આંતરાષ્ટ્રીય મંચ પર જામનગરના પ્રતિનિધિની પસંદગી થતા સમગ્ર જામનગર શહેર માટે આ ગૌરવની વાત છે.

 

 દીપકભાઈ ઠક્કરની આ વરણી બદલ શ્રી આર્યસમાજ – જામનગરના તમામ પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો અને સભાસદોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. આ ઉપરાંત સંસ્થા સંચાલિત *શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય*ના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને સેવક ભાઈ-બહેનોએ પણ તેમને હદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દીપકભાઈના નેતૃત્વ અને કાર્યોથી આર્ય સમાજના સિદ્ધાંતોને વધુ વેગ મળશે અને આંતરાષ્ટ્રીય સ્તરે જામનગરનું નામ વધુ રોશન થશે.

(2:03 PM IST)