News of Wednesday, 7th October 2026
નવરાત્રીમાં ચોટીલામાં જોવા જેવી સજાવટ : ‘જમુના અગરબત્તી’નો ભવ્ય મંડપ બન્યો આકર્ષણનું કેન્દ્ર
માતાજીની ભક્તિ, સ્વસ્તિક અને ઓમ સહિતના ધાર્મિક પ્રતીકોની કલાત્મક સજાવટથી દુકાનને અપાયો અનોખો લુક : તહેવાર નિમિત્તે પૂજા સામગ્રીની શ્રેણી ઉપલબ્ધ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને ચોટીલાની જાણીતી ‘જમુના અગરબત્તી’ ખાતે ભક્તિમય અને આકર્ષક મંડપની ભવ્ય સજાવટ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને ધાર્મિક આસ્થાની થીમ આધારિત વિવિધ સુંદર હેંગિંગ અને ડેકોરેશનથી દુકાનને અનોખો લુક આપવામાં આવ્યો છે.
મંડપમાં માતાજી, સ્વસ્તિક, ઓમ, ત્રિશૂલ, શુભ-લાભ સહિતના ધાર્મિક પ્રતીકોની સુંદર કલાત્મક સજાવટ કરવામાં આવી છે, જે ચોટીલાના સ્થાનિક લોકો અને ભક્તોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે.
તહેવાર નિમિત્તે નવરાત્રી દરમિયાન ભક્તો માટે અગરબત્તી, ધૂપ, ગૂગળ, પૂજા સામગ્રી તથા વિવિધ સુગંધિત ધાર્મિક વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાઈ છે. તહેવારની ખરીદી માટે આવતા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સુગંધિત પ્રોડક્ટ્સનો વિશાળ વિકલ્પ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. “ભક્તિની સુગંધ સાથે નવરાત્રીની ઉજવણી”ના સુંદર સંદેશ સાથે જમુના અગરબત્તી દ્વારા કરવામાં આવેલી આ વિશેષ સજાવટ હાલ સમગ્ર ચોટીલામાં લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
