News of Sunday, 31st May 2026
ધ્રોલના રાજકીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે નવો અધ્યાય: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રથમવાર સ્થાનિક નેતાની વરણી
નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણીએ પદભાર સંભાળતા જ ચોતરફ ઉત્સાહ; સ્થાનિક પત્રકારોએ મોં મીઠું કરાવી ભવ્ય સન્માન કર્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : ધ્રોલ પંથકના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ધ્રોલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાનું ગૌરવ ધ્રોલ પંથકને ફાળે આવ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી રંજનબેન ડી. જીવાણીએ પદભાર સંભાળતા જ સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે ધ્રોલના સ્થાનિક પત્રકારો દ્વારા નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણીની એક સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે પત્રકારો દ્વારા તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ મોં મીઠું કરાવીને આ સર્વોચ્ચ પદ મેળવવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉપસ્થિત મીડિયાકર્મીઓએ આશા વ્યક્ત કરી હતી કે રંજનબેનના કાર્યકાળ દરમિયાન જામનગર જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
