<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ઘેલા સોમનાથ ખાતે તા. ૧૩ ઓગષ્‍ટથી ૧ મહિનો મેળો યોજાશેઃ કલેકટર મંદિરે પહોંચ્‍યાઃ તમામ સાથે બેઠક

પીવાનું પાણી, વીજ પુરવઠો, મોબાઇલ ટ્રાસ્‍ક ફોર્સ,એમ્‍બ્‍લુસન્‍સ, આરોગ્‍ય ટીમ, ટ્રાફિક સહિતની બાબતે તકેદારીના આદેશો

રાજકોટ, તા. ર૪: રાજકોટ કલેકટર આજે બપોરે જસદણ મંત્રી અને ઘેલા સોમનાથ દોડી ગયા છે, ૩ થી ૪ ગામોની મુલાકાત બાદ કલેક્‍ટર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાનારા પરાંપરાગત મેળાઓ તથા દર્શનાર્થીઓની સુવિધા માટે મહત્‍વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આગામી ૧૩ ઓગસ્‍ટથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ત્‍યારથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જસદણ નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રા ધામ ઘેલા સોમનાથ ખાતે લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રસંગે યોજાનારા લોકમેળા અને દર્શનાર્થીઓની સુરક્ષા તથા સુવિધાને ધ્‍યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્‍ટર દ્વારા સ્‍થળ મુલાકાત લઈને એક ઉચ્‍ચ સ્‍તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

શ્રાવણ માસ અને ખાસ કરીને તહેવારોના દિવસોમાં દર્શનાર્થીઓની ભારે ભીડને પહોંચી વળવા માટે યોગ્‍ય ર્પાકિંગ અને ટ્રાફિક નિયામક વ્‍યવસ્‍થા ગોઠવવા સૂચના આપવામાં આવી.મેળાસરહદ અને મંદિર પરિસરમાં પીવાના ચોખ્‍ખા પાણીની વ્‍યવસ્‍થા, અવિરત વીજ પુરવઠો, મોબાઈલ ટાસ્‍ક ફોર્સ, એમ્‍બ્‍યુલન્‍સ અને આરોગ્‍ય ટીમ તૈનાત રાખવા આદેશ અપાયા હતા. કલેક્‍ટરે પોલીસ વિભાગ, મામલતદાર, પંચાયત વિભાગ અને મંદિર ટ્રસ્‍ટના હોદ્દેદારો સાથે સંકલન સાધીને યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે રીતે કામગીરી કરવા જણાવ્‍યું. જિલ્લા તંત્ર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે સુખદ અને સુરક્ષિત દર્શનનો અનુભવ રહે તે માટે તમામ જરૂરી વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવામાં આવી રહી છે

(3:58 PM IST)