News of Thursday, 30th April 2026
મોરબી-કચ્છ હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ ટ્રક પાછળ ઘુસી જતા રાજકોટના યુવકે દ્રષ્ટી ગુમાવી
રાજકોટથી સામાખીયારી માનસ હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત નડયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૩૦ :. રાજકોટથી સામખીયારી નજીક આવેલ માનસ હનુમાનજી મંદિર ખાતે દર્શન માટે યાત્રાળુઓને લઈ આવેલ બસ પરત રાજકોટ જતી હતી ત્યારે માળીયા મિયાણાના સુરજબારી પુલ પાસે બસ બંધ પડેલા ટ્રક પાછળ અથડાતા આ અકસ્માતમાં રાજકોટના યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા એક આંખની રોશની ગુમાવી પડી હતી.સાથે જ અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યુ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૧ એપ્રિલના રોજ રાત્રીના સમયે મોરબી - કચ્છ હાઈવે પર સુરજબારી પુલથી માળીયા તરફ દેવસોલ્ટ સામે જીજે - ૦૩ - ૯૯૮૦ નંબરની જાનકી ટ્રાવેલ્સની બસ હાઇવે પર બંધ હાલતમાં પડેલા ટ્રક નંબર જીજે - ૩૭ - ટી - ૧૫૪૫ સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા રાજકોટના જયભાઈ અરવિંદભાઈ હદવાણી ઉ.૨૭ને મોઢાના ભાગે ઝડબમાં ફ્રેક્ચર થતા ઙ્કથમ સામખીયારી બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઝડબામાં ફ્રેક્ચર થયાની સાથે એક આંખની દ્રષ્ટિ ગુમાવી પડી હતી.આ ઉપરાંત બસમાં મુસાફરી કરી રહેલા હરવીજયસિંહ ગોહિલને પણ વાસાના ભાગે તેમજ આંખના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતના આ બનાવમાં ઈજાગ્રસ્ત જયભાઈના ભાઈ નિરજભાઈ હદવાણી રહે.રાજકોટ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે, ગત તા.૧૧ના રોજ તેમના ભાઈ જયભાઈ જાનકી ટ્રાવેલ્સની અલગ અલગ ચાર બસ માનસ હનુમાનજીની યાત્રા માટે નીકળી હોય દર્શન કરવા ગયા હતા અને બસમાં પરત ફરતા હતા ત્યારે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના આ બનાવમાં બેદરકારીથી બસ ચલાવનાર બસ ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
