News of Friday, 22nd May 2026
ધ્રોલ-રાજકોટ હાઇવે પર આહીર કન્યા છાત્રાલય નજીક છોટા હાથી પલટી મારતા ગમખ્વાર અકસ્માત, દ્વારકા દર્શન કરવા જઈ રહેલા 12 લોકો ઘાયલ
5 થી 7 મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા 108 મારફત જામનગર રીફર, અન્ય ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર, પોલીસ દ્વારા તપાસ શરૂ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૨ : ધ્રોલ-રાજકોટ હાઇવે પર આહીર કન્યા છાત્રાલય નજીક આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલું છોટા હાથી વાહન અચાનક પલટી મારી જતા વાહનમાં સવાર અંદાજીત 12 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓનું છોટા હાથી વાહન ધ્રોલ નજીક આહીર કન્યા છાત્રાલય પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
આ દુર્ઘટનામાં 5 થી 7 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાથી 108 એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ધ્રોલની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા ધ્રોલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ વાહનની સ્પીડ વધુ હોવાના કારણે અથવા ટેકનિકલ ખામીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
