News of Wednesday, 22nd April 2026
દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત કબ્જે કરવા ત્રિપાંખીયો જંગ જામ્યો
૧૩ વર્ષ પછી આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતા હવે ભાજપ, કોંગ્રેસ અને ‘આપ' વચ્ચે મુખ્ય જંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા ર૦૧૩ માં અસ્તીત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી તેર વર્ષમાં ભાજપ-કોંગ્રેસની જિલ્લા પંચાયત કબ્જે કરવા ભારે રસાકસી ભરી સ્થિતિ તથા ર૧ બેઠકોમાંથી કેટલીક વખત ૧૧-૧૧ બેઠકો ભાજપ-કોંગ્રેસ ને અને ચીઠ્ઠીથી પ્રમુખ પદુ મળે કયારેક ૧૦ થી ૧ર થાય તો કયારેક ૧૦ થી ૧૦, ર અપક્ષોની સ્થિતિ પણ થઇ હતી. પણ ખુબ જ રસાકસી ભરી દ્વારકા જિલ્લા પંચાયતમાં આ વખતે તેર વર્ષ પછી આ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ મજબૂતથ ઉમેદવારો રાખ્યા હોય કયાંક પહેલી વખત સામસામાની બદલે ત્રિપાંખીયો જંગ થાય તેવી સ્થિતિ થઇ છે. જે સામસામી જ ફાઇટ થતી હતી. એના બદલે આ વખતે વિચિત્ર સ્થિતી થઇ છે.
આવી જ વિચિત્ર સ્થિતિ ખંભાળીયા નગરપાલિકામાં ગ્રામ પંચાયતોના વિસ્તારો ભળતા કેટલીક ખંભાળીયા જિ. પં. ની બેઠકની થઇ છે. જેમાં કેટલાક વિસ્તાર ખંભાળીયા વાડી વિસ્તારની સીટોમાં બહારથી મુકાયા છે. તો કેટલીક બહારની સીટમાં પણ બીજી સીટના મતદારો મુકાયા છે.
પ્રથમ વખત જિલ્લા પંચાયત જામનગરમાંથી દ્વારકા જિલ્લા પંચાયત છૂટી પડી ભારે તત્કાલીન દ્વારા જિલ્લાના બાવીસ સદસ્યોમાંથી ભાજપે સત્તા બનાવી હતી તે પછી પાંચ વર્ષ ભાજપને બદલે કોંગ્રેસે અને તે પછી છેલ્લા પાંચ વર્ષ ભાજપે સત્તા મેળવી હતી.
કોંગ્રેસ દ્વારા બહુ મનોમંથન કરીને તથા ભાજપના એક મજબૂત માથા ખેડવીને જિ. પં.નું સીટ આયોજન કર્યુ છે જે અગાઉ કરતા ફાયદાકારક ગણાય છે. તો ભાજપ દ્વારા કેટલીક બેઠકો પરનો રીપીટનો પરંપરા ગત ખેલ કરી નવા ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમાં કયાંક ઊંધો ખેલ પડે તો નવાઇ નહીં...!! ગત જિલ્લા પંચાયત ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મતોની લીડની શકિતનગર બેઠક પર ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયાના પુત્ર જીતેન્દ્ર કણઝારીયાને ભાજપે ટીકીટમાંથી બાકાત કર્યા હતા તો વાડીનાર તથા ધરમપુર બેઠકમાં છેલ્લે ભાજપે કરેલો જાહેર થયેલા ઉમેદવારોમાં ફેરફાર પણ મહત્વનું પરિબળ ચૂંટણીમાં સાબિત થનાર છે.
દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત જિલ્લો બન્યો તે પછી આ વખતે ત્રણ પક્ષો ફાઇટમાં કેટલીક બેઠકો પર આવતા નવા સમીકરણો બને તો નવાઇ નહીં.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
