<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ગોંડલના ભોજપરા પાસે થાર કારે અડફેટે લેતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું કરૂણમોત

ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી અંદાજે 30 ફૂટ દૂર ફંગોળાઈ:ગંભીર રીતે ઘવાયેલી બાળકીને બાઈક પર હોસ્પિટલ પહોંચાડાઈ પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું

રાજકોટ જિલ્લાના ગોંડલના ભોજપરા પાસે બની હતી. નવા વર્ષના પર્વ નિમિત્તે કષ્ટભંજન દેવનાં દર્શન કરીને માતા સાથે પરત ફરી રહેલી ત્રણ વર્ષની માસૂમ ક્રિવા જયભાઈ મકવાણાને પૂરપાટ ઝડપે આવેલી થાર કારે અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી અંદાજે 30 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને બાઈક પર હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારની એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. અકસ્માત બાદ થારચાલક ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:46 PM IST)