News of Sunday, 26th April 2026
જામનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કુલ ૨૩ ઈવીએમ મશીન બદલવા પડ્યા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૪ જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૯ ઇવીએમ મશીન બદલાવ્યા

જામનગર:જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી, દરમિયાન ૨૩ જગ્યાઓ પર ઈવીએમ મશીનોમાં ટેકનિકલ ખામી નોંધાઈ હતી. જોકે તમામ સ્થાન ઉપર ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ મશીન માં ખામી દૂર કરવાની, અથવા તો ઇવીએમ મશીન બદલવાની પ્રક્રિયા તુરતજ હાથ ધરી લેવામાં આવી હતી.
મળેલ વિગતો મુજબ જામનગર મહાનગર પાલીકા ની ચૂંટણી દરમિયાન સી.યુ. -૨ ઇ.વી.એમ મશીન અને બી.યૂ -૧૨ મશીનોમાં ખામી નોંધાઈ હતી. અને તમામ સ્થળે તે ખામી દુરસ્ત કરી લેવાઇ હતી.
જામનગર જીલા પંચાયત ની ચૂંટણીમાં સી.યૂ.- ૫ અને બી.યૂ. - ૪ મશીનોમાં ખામી નોંધાઈ હતી. આમ બન્ને મળી કુલ સી.યૂ.- ૭ અને બી.યૂ. ૧૬ સહિત ૨૩ મશીનોમાં ટેકનિકલ સમસ્યા નોંધાઈ હતી.
આ તમામ જગ્યાઓ પર તાત્કાલિક રિઝર્વ મશીનો ઉપલબ્ધ કરાવીને મતદાન પ્રક્રિયા વિના વિલંબે ફરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી કામગીરી પર કોઈ ખાસ અસર પડી નહોતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવામાં આવ્યું હતું.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
