<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

દાનભાબાપુના જન્‍મદિવસે માનવતાની મહેકઃ ૧૦૦૦થી વધુ મનોદિવ્‍યાંગ અને નિરાધાર લોકોને ભોજન પ્રસાદની સેવા

ન કોઈ સ્‍વાર્થ, ન કોઈ ભેદભાવ... બસ સેવાનો એક જ સંકલ્‍પઃ ભોળાદધામમાં ૨૪ કલાક અવિરત અન્નક્ષેત્ર અને ગૌશાળા સહિત અશ્વોની સેવાનો અનોખો સેવાયજ્ઞ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૭: ભાલની પવિત્ર ધરતી પર આવેલા ભોળાદ ગામ નજીક આવેલ સુપ્રસિધ્‍ધ શ્રી સુરાપુરા દાદા રાજાજી અને તેજાજી ધામના સેવાભાવી દાનભા બાપુ ચૌહાણનો આજે તા.૧૭/૧૧/૨૦૨૬ મંગળવારના રોજ જન્‍મદિવસ છે. માનવસેવા, જીવદયા અને સંસ્‍કાર સિંચનના કાર્યો થકી સમાજમાં અનોખી ઓળખ ભી કરનાર દાનભા બાપુના જન્‍મદિવસ નિમિત્તે ભક્‍તો અને શુભેચ્‍છકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

આ વખતે જન્‍મદિવસની ઉજવણીમાં કેક કે દેખાડા કરતાં જરૂરિયાતમંદોના મુખ પર સ્‍મિત લાવવાના ભાવને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે. આ નિમિત્તે આજે પાલિતાણા ખાતે માનવ પરિવાર ટ્રસ્‍ટ દ્વારા ૧૦૦૦થી વધુ મનોદિવ્‍યાંગ અને નિરાધાર ભાઈ-બહેનોને ભાવભેર ભોજન પ્રસાદ પીરસવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. છેલ્લા ૧૩ વર્ષથી વધુ સમયથી ટ્રસ્‍ટ દ્વારા આ ભાઈ-બહેનોની સેવા, સંભાળ અને સુખદ જીવન માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રસંગે દાદાના સેવક સમુદાય દ્વારા પણ ભોજન પ્રસાદની સેવા આપવામાં આવશે. કોઈ ભૂખ્‍યું ન રહે અને જરૂરિયાતમંદના ચહેરા પર ખુશી આવે એ જ ભાવના સાથે આ સેવાકાર્યનું આયોજન કરાયું છે અને ખરેખર, કોઈના ચહેરા પર સ્‍મિત લાવવું એ જ જન્‍મદિવસની સાચી ઉજવણી છે.

ધંધુકા-બગોદરા રોડ પર આવેલા ભોળાદ ગામે સુરાપુરા દાદા રાજાજી અને તેજાજી દાદાનું પવિત્ર સ્‍થાનક આવેલું છે. આ ધામમાં ચૌહાણ પરિવારના બાનાધારી દાનભા બાપુ અત્‍યંત સાદગી અને સરળતાથી જીવન જીવી ભક્‍તો અને સમાજની સેવામાં સતત કાર્યરત રહે છે. બાપુનું જીવન જ એવું છે કે, પોતાના માટે કંઈ નહીં, બધું બીજા માટે.

ભોળાદ ધામની સૌથી મોટી વિશેષતા અહીં ચાલતો અવિરત સેવાયજ્ઞ છે. ધામ ખાતે આવતા તમામ શ્રદ્ધાળુઓ, મુસાફરો અને જરૂરિયાતમંદો માટે દિવસ-રાત ૨૪ કલાક ભોજન (અન્નક્ષેત્ર)ની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવે છે, જ્‍યાં કોઈપણ જાતના ભેદભાવ વિના સૌને પ્રેમપૂર્વક પ્રસાદ પીરસવામાં આવે છે. ભૂખ્‍યા ને ભોજન અને તરસ્‍યા ને પાણી એ જ આ ધામનો મંત્ર છે.

માનવસેવાની સાથે-સાથે અબોલ જીવો પ્રત્‍યેની કરુણા પણ અહીં ઉડીને આંખે વળગે તેવી છે. સુરાપુરા દાદાના સાનિધ્‍યમાં વિશાળ ગૌશાળા ચલાવવામાં આવે છે, જ્‍યાં ગૌમાતાની ઉત્તમ માવજત થાય છે. આ ઉપરાંત, ધામમાં અશ્વો (ઘોડા) સહિતના અન્‍ય પશુઓની પણ અત્‍યંત પ્રેમ અને નિઃસ્‍વાર્થ ભાવે સેવા-ચાકરી કરવામાં આવે છે. આમ, ધામમાં માનવસેવાની સાથે જીવદયાનો પણ અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

આ સેવાકીય પ્રવળત્તિઓની સાથોસાથ દાનભા બાપુ સમાજમાં સદવિચાર અને સંસ્‍કારોનું સિંચન પણ કરી રહ્યા છે. આજના યુવાનો વ્‍યસનના રવાડે ન ચડે અને વ્‍યસનમુક્‍ત બની સારા માર્ગે આગળ વધે, વડીલોનું સન્‍માન કરે અને મુશ્‍કેલીમાં મુકાયેલા લોકોની પડખે ભા રહે તેવી પ્રેરણા તેઓ સૌને આપે છે. નિરાધાર લોકોને ટેકો આપવો, નિરાશ થયેલા લોકોને હૂંફ આપવી અને યુવા પેઢીમાં આપણી ભવ્‍ય સંસ્‍કળતિ પ્રત્‍યે જાગળતિ લાવવી જેવા સેવાકાર્યોમાં દાનભા બાપુ હંમેશા અગ્રેસર રહે છે.

સુરાપુરા દાદા રાજાજી અને તેજાજી દાદાના પવિત્ર સ્‍થાનકે દરરોજ મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. દાનભા બાપુના જન્‍મદિવસ નિમિત્તે આજે ભોળાદ ધામ ખાતે ભક્‍તોનો મેળાવડો જામ્‍યો છે. ભક્‍તો બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. તેમના જન્‍મદિવસે ૧૦૦૦થી વધુ જરૂરિયાતમંદોને ભોજન કરાવવાનો આ સેવાભાવી સંકલ્‍પ સમાજમાં માનવતા અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે.

ભક્‍તો અને શુભેચ્‍છકો દ્વારા દાનભા બાપુને દીર્ઘાયુષ્‍ય, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને અવિરત સમાજસેવા કરવાની શક્‍તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. સમાજમાં માનવસેવા, જીવદયા અને સંસ્‍કારની જ્‍યોત સદાય જલતી રહે તેવી શુભકામનાઓ સાથે દાનભા બાપુને જન્‍મદિવસની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. ભોળાદ ધામ ખાતે ચાલતા સેવાકાર્યો કે દર્શન અંગે વધુ જાણકારી માટે મો.૯૬૩૮૧ ૩૩૮૧૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:32 AM IST)