News of Monday, 1st June 2026
સાંજના સમયે માળિયા(મી.)માં અંધાધૂંધ ફાયરિંગ કરીને ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની હત્યા.
બે શખ્સો વાહન લઈને આવ્યા, એક શખ્સે ધડાધડ ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધુ : પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા મિયાણામાં આજે સાંજે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના બસ સ્ટેન્ડ રોડ પર ઘરની નજીક બેઠેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર અંધાધુધ ફાયરિંગ કરી તેની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. હાલ પોલીસે પણ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પીઆઈ રાકેશ પટેલે આપેલી વિગતો અનુસાર, માળિયામાં જૂના બસ સ્ટેન્ડ રોડ પર રહેતા હૈદર સુમારભાઈ મોવર (ઉ.વ.51 )નામના વ્યક્તિ ૫૨ ફાયરિંગ ક૨વામાં આવ્યું હતું. સાંજે આશરે 7:30 વાગ્યાના અરસામાં હૈદર પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપી સફીર મુસા મોવર ત્યાં આવ્યો હતો અને અચાનક ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી હૈદરનું મોત નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સફીર સાથે અન્ય 1 વ્યક્તિ પણ હાજર હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
