News of Sunday, 21st June 2026
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં
મેઘપર સરકારી શાળાના એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વાત્સલ્યધામમાં પધાર્યા હતા, જેઓ ગુજરાત ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બન્યા છે

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા વડીલો તો નિયમિત રીતે રોજ યોગાભ્યાસ કરે જ છે, પરંતુ આજના દિવસે એક ખાસ અને પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળ્યું..
મેઘપર સરકારી શાળાના એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વાત્સલ્યધામમાં પધાર્યા હતા, જેઓ ગુજરાત ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બન્યા છે અને યોગ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધેલા છે. વિદ્યાર્થીઓએ અમારા વડીલોને વિવિધ યોગાસનોનું માર્ગદર્શન આપ્યું તેમજ યોગના અનેક પ્રકારના કરતબો અને પોતાની અદ્ભુત બોડી ફ્લેક્સિબિલિટી દ્વારા આશ્ચર્યચકિત કરી દીધા.
વડીલો અને બાળકો વચ્ચેનો આ સુંદર સમન્વય, ઉત્સાહ અને પરસ્પર શીખવાનો ભાવ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો. આ પ્રસંગે સૌએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભોનો અનુભવ કર્યો..
વાત્સલ્યધામ પરિવાર તરફથી મેઘપર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
."યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક જીવનશૈલી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
