News of Monday, 18th May 2026
જેતપુરના બોરડી સમઢીયાળા ગામે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત
આર.સી.સી. (RCC) કામગીરી દરમિયાન ત્યાં મજૂરી કામ કરી રહેલો ૩૫ વર્ષીય શ્રમિક યુવક અચાનક અકસ્માતે કૂવામાં ખાબક્યો

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામેથી એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. ગામની એક ગૌશાળા નજીક આવેલી ધીરુભાઈ માયાભાઈ સાવલિયાની વાડીમાં કૂવો બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. આ આર.સી.સી. (RCC) કામગીરી દરમિયાન ત્યાં મજૂરી કામ કરી રહેલો ૩૫ વર્ષીય શ્રમિક યુવક અચાનક અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. કૂવો અંદાજે ૧૦૦ ફૂટ જેટલો ઊંડો હોવાના કારણે યુવકને બચાવવાની કામગીરીમાં ભારે મુશ્કેલી નડી હતી.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
