News of Thursday, 17th September 2026
ટંકારા નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડતાં ભડીયાદ રહેતાં યુવાનનું મોતઃ તેનો નાનો ભાઇ ગંભીર
ધ્રોલ રહેતાં મોટા ભાઇના ઘરે બેસવા જતી વખતે બનાવઃ મુળ એમપીના પરિવારમાં શોક : ૨૬ વર્ષના કુંવરીયા કેરડીયાએ રાજકોટમાં દમ તોડયોઃ સુંદર કેરડીયા સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૭: ટંકારા નજીક લતીપર રોડ પર ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં બાઇક ચાલક મોરબીના ભડીયાદ ગામે રહેતાં મુળ એમપીના યુવાનનું મોત થયું છે. જ્યારે પાછળ બેઠેલા તેના નાના ભાઇને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે. મુળ મધ્યપ્રદેશના બંને ભાઇઓ ધ્રોલ ખાતે રહેતાં મોટા ભાઇના ઘરે બેસવા જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબીના ભડીયાદ ખાતે રહેતો કુંવરીયા ભટ્ટુભાઇ કેરડીયા (ઉ.વ.૨૬) નામનો યુવાન ગઇકાલે સાંજે પોતાના નાના ભાઇ સુંદર ભટ્ટુભાઇ કેરડીયા (ઉ.વ.૨૪)ને બાઇકમાં બેસાડી ભડીયાદથી ધ્રોલ જતો હતો ત્યારે ટંકારા નજીક લતીપર રોડ પર પહોંચતા બાઇકને ટ્રકના ચાલકે ઠોકરે લેતાં બંને ભાઇ ફંગોળાઇ ગયા હતાં. આ અકસ્માતમાં બંનેન ગંભીર ઇજાઓ થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. અકસ્માત સર્જી ચાલક ભાગી ગયો હતો.
બંને ભાઇઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સારવાર દરમિયાન રાતે કુંવરીયા કેરડીયાનું મોત થયું હતું. જ્યારે સુંદર ગંભીર ઇજા સાથે સારવાર હેઠળ છે.
સુંદરના કહેવા મુજબ તે અને મૃત્યુ પામનાર મોટો ભાઇ માતા-પિતા સહિતના પરિવાર સાથે ભડીયાદ રહી ખેત મજૂરી કરે છે. મોટો ભાઇ ધ્રોલ રહેતો હોઇ તેના ઘરે બંને ભાઇઓ બેસવા જતા હતાં ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો. મૃતયુ પામના કુંવરીયા ત્રણ ભાઇમાં વચેટ હતો અને અપણિીત હતો. પોતે મુળ એમપીના વતની છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
