News of Sunday, 18th October 2026
મોરબીના નીચી માંડલમાં પહેલા માળેથી સામાન ફેકવા જતા યુવાન નીચે ફેંકાયો, મોત.
સિરામિક ફેકટરીની લેબર કોલોનીમાં વિચિત્ર દુર્ઘટનામાં શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પહેલા માળેથી સામાન ભરેલું બાચકું નીચે ફેકવા જતા ખુદ યુવાન બાચકા સાથે નીચે પટકાતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના વતની અને હાલમાં સેગા સિરામિક ફેકટરીમાં રહી મજૂરી કામ ક૨તા વીરસિંગ ગૌરખ બાદલ ગત તારીખ ૧૫ ના રોજ સાંજના સમયે લેબર કોલોનીના પ્રથમ માળેથી સામાનનું બાચકું નીચે ફેંકી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સંતુલન ખોવાઈ જતાં તેઓ બાચકા સાથે નીચે પટકાતા માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તેમને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તારીખ ૧૭ ના રોજ સવારે તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
