News of Thursday, 8th October 2026
ચુડાના કોરડા ગામે લિવઈનમાં રહેતા યુવકને પરિવારજનોએ જ પતાવી દીધો!
સુરેન્દ્રનગર પંથકનો આત્મહત્યાના બનાવનો પર્દાફાશ પોલીસે કરી ભાઈ-માતા-કાકા સહિતના ૬ આરોપીને ઝડપી લીધાઃ યુવકને બાંધી છરીના ઘા મારી લાશ ટીંગાડી દીધીઃ જમીન પોતાના નામે કરવા દબાણ કરતો હતો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: સુરેન્દ્રનગર જિલ્લાના કોરડા ગામે ૨ ઓગસ્ટના રોજ મહેશભાઈ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરા મૃત્યુ પામી હોય તે પ્રકારની જાણકારી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી ત્યારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પરિવાર દ્વારા પોલીસને જાણકારી વગર જ તેના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હોય અને પૂછપરછ કરવામાં આવતા ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પરિવારજનો ઉપર પોલીસને શંકા જતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરને હચમચાવતા આ ઓનર કિલિંગનો કેસ એલસીબી પોલીસની સતર્કતા અને કડક પૂછપરછના કારણે પર્દાફાશ થયો છે. પોતાના જ પરિવારના સભ્યની હત્યા, બાદ લાશને ફાંસીએ લટકાવી આત્મહત્યાનું નાટક અને પોલીસને જાણ કર્યા વગર અંતિમવિધિ કરી દીધી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જે ઘરમાં મહેશે પોતાનું બાળપણ અને જુવાની વિતાવી એ જ ઘરમાં તેના મોતનું કાવતરું ઘડાયું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
સંપત્તિનો વિવાદ, મહેશની દારૂની કુટેવ અને અન્યસ્ત્રી સાથેના સંબંધોની શંકા જેવા કારણોસર પરિવારનો રોષ એટલો વધી ગયો કે મામલો હત્યા સુધી પહોંચી ગયો હોવાની વિગતો સામે આવી છે. ત્યારે કોરડાની આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં, પરંતુ સમાજ સામે પણ મોટો સવાલ ઊભો કર્યો છે.
પરિવારજનોની પૂછપરછ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે મહેશ રોજાસરા પોતે પોતાની પ્રેમિકા સાથે રિલેશનમાં રહેતો હોય અને તેના પરિવારજનોને ગમતું ન હોવાના કારણે તેને ઢોર મારવામાં આવ્યો હતો જેને લઇને મહેશ રોજાસરાનું ઘરમાં જ મોત નીપજવા પામ્યું હતું ત્યારે આ અંગે પરિવારજનો એ વિચાર્યું કે હત્યાનો ગુનો લાગશે ત્યારે આ અંગે તેને ઘરમાં જ લટકાડી દઈ અને ગળે ફાંસો ખાઈ લીધા હોવાનું દર્શાવી દેવામાં આવ્યું હતું અને હત્યાનો બચાવ કરવામાં આવ્યો હતો.
પરંતુ પોલીસે પૂછપરછ કરવામાં આવતા તેમના ભાઈ સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા રહે કોરડા ઘનશ્યામભાઈ ભુપતભાઈ રોજાસરા રહે કોરડા અને નિલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા રહે કોરડા મધુબેન લાખાભાઈ રોજાસરા રહે કોરડા અને સુરતી બેન ઘનશ્યામભાઈ રોજાસરા રહે કોરડા અને હેતલબેન રોજાસરા રહે કોરડા વાળા દ્વારા જ આ પ્રકારનું કળત્ય કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે મહેશભાઈ રોજાસરાના સગાભાઈ કુટુંબિકભાઈ ભત્રીજો માતા ભાભી દ્વારા તેમનું હત્યા કરી અને ત્યારબાદ ટીંગાડી દઈ અને ફાંસો ખાધો હોય અને આત્મહત્યા કરી દેવાનું દર્શાવવામાં આવ્યું હતું પરંતુ આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ ડાણપૂર્વક તપાસ કરવામાં આવતા હત્યા કરી અને લટકાડી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મળતક મહેશને હત્યા કરી અને ઘરમાં ટીંગાડી દેવામાં આવ્યો નજીકના સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા અને આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું ત્યારબાદ કોઈપણ પ્રકારનું પીએમ પણ કરાવવામાં ન આવ્યું અને તેના અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યા મહેશ પોતે એવું કહેતો હતો કે મારા ભાગની જે જમીન અને સંપત્તિ છે તે મને આપી દો મહેશ પોતે પોતાની પ્રેમિકા સાથે લીવ રિલેશનમાં રહેતો હતો ત્યારે પરિવારજનોને આ ગમતું ન હતું જેને લઇને પરિવાર જનો તેને ઘરમાં ધોકા પાઇપ જેવા શષાથી માર માર્યો અને મરી જતા તેને ટીંગાડી દીધા હોવાનું સામે આવ્યું હતું આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ તમામને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
