News of Monday, 13th July 2026
વંથલી પાસે ક્રેઇન પરથી પટકાતાં સુરત રહેતાં મુળ દાહોદના યુવાનનું મોત
સ્ટ્રીટ લાઇટ ફીટ કરતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: વંથલી નજીક દ્વારકાધીશ હોટલ પાસે બ્રીજ નજીક સ્ટ્રીટ લાઇટનું કામ કરતી વખતે ક્રેઇન પરથી પડી જતાં હાલ સુરત રહેતાં મુળ દાહોદના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ છે. સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ સુરતના રામનગર અડાલજમાં રહેતો સોહિલભાઇ શંકરભાઇ માલીવાડ (ઉ.વ.૩૨) નામનો યુવાન ગત તા. ૧૦/૭ના સવારે નવેક વાગ્યે વંથલી માણાવદર રોડ પર બ્રીજ નજીક આવેલી દ્વારકાધીશ હોટેલ પાસે ક્રેઇન પર ચડીને સ્ટ્રીટ લાઇટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે વંથલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સોહિલભાઇ મુળ દાહોદનો વતની હતો. હાલ સુરત રહેતો હતો. તે લાઇટના કામ રાખતો હોઇ વંથલી ખાતે સ્ટ્રીટ લાઇટનું કામ કરવા આવ્યો ત્યારે આ બનાવ બન્યો હતો. તે ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
