News of Thursday, 7th May 2026
મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
વાંકાનેરના રૂપાવટી ગામે યુવતીને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહેતા તેને મનોમન લાગી આવતા યુવતીએ ખડ બાળવાની દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતી યુવતીએ કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતી યુવતીને તેનીમાતાએભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું જે બાબતે તેને મનોમન લાગી આવતા તે યુવતીએ ખડ બાળવાની દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં રહેતા મનીષભાઈ ભીખુભાઈ રેણુકાની 20 વર્ષની દીકરી પલવીબેને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
