News of Sunday, 15th November 2026
જુનાગઢના વિસાવદર નજીક કુબા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત
જીવ ગુમાવનારા યુવકો જાફરાબાદ અને કુબા ગામના : અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકોને સારવાર મળે તે પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં

જુનાગઢના વિસાવદર નજીક કુબા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવકો જાફરાબાદ અને કુબા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકોને સારવાર મળે તે પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
