<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

આટકોટ હાઈવે પર સ્‍કૂલ પાસે ફરી બમ્‍પ બનાવતા પાંચ કલાકમાં અકસ્‍માત

આટકોટ, તા. ૮ : આટકોટ યુનીક સ્‍કુલ પાસે ફરી બમ્‍પ બનાવતા અલ્‍ટો કાર અને સી્‌વીફ્‌ટવચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા હજુ આ બમ્‍પ બનાવેલને બાર કલાક પણ નથી થયા ને અકસ્‍માત નાં બનાવો બન્‍યા, ત્‍યારે આ જગ્‍યા પર બમ્‍પ ની જરૂર નથી પણ સ્‍કૂલ રોડ સેફ્‌ટીમાં માંગણી કરતાં મંજુર કરી દીધો અને તાત્‍કાલિક ધોરણે અહી બમ્‍પ બનાવી દીધો હતા,ે પણ આ હાઈવે પર હજારો વાહનોની અવર જવર રહે છે. વાહનો સ્‍પીડમાં હોય છે ત્‍યારે અકસ્‍માત નાં બનાવોની શકયતા વધી જાય છે. તંત્ર ને હાઈવે પર મોટા ખાડા દેખાતા નથી જ્‍યાં રોજ અકસ્‍માતનાં ભોગ બને છે.

આટકોટના બસ સ્‍ટેશન પાસે બે બમ્‍પ બનાવાની તાત્‍કાલિક ધોરણે જરૂર છે ત્‍યાં બનાવતાં નથી. બંને સાઈટ ભંગાર હાલતમાં રોડ છે મોટા ખાડા પડી ગયા છે તેને રીપેરીંગ કરવામાં આવતો નથી ને બમ્‍પ બનાવી દીધો. આ બમ્‍પને તાત્‍કાલિક ધોરણે દુર કરવામાં આવે, જેથી વાહન ચાલકો અકસ્‍માતનાં ભોગ ન બને. બમ્‍પ પછી પાંચ કલાકમાં અકસ્‍માત સર્જાયો હજું તો રાત્રિના સમયે અકસ્‍માતનાં બનાવો બનશે ત્‍યારે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. આ પહેલા  આ જગ્‍યાએ બમ્‍પ બનાવેલ હતો ત્‍યારે પણ અકસ્‍માતનાં રોજ બનાવો બન્‍યા હતા પછી કાઢી નાખ્‍યો હતો. (તસવીરો :  કરશન બામટા આટકોટ)

(11:36 AM IST)