News of Tuesday, 24th November 2026
૨૮ ગુનાના આરોપી ભુજના કુખ્યાત સાહિલ અજડિયાની પાસા હેઠળ અટકાયત
હત્યાના પ્રયાસ, મારામારી અને ધમકી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવણી; પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપ્યો, સુરતની લાજપોર જેલમાં મોકલાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત ભુજના ખોજા ચોક, સંજોગનગર વિસ્તારમાં રહેતા સાહિલ દાઉદ અજડિયા (ઉં.વ. ૩૩)ની પાસા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ વિરુદ્ધ મુન્દ્રા, ભુજ શહેર એ ડિવિઝન, માનકુવા અને માંડવી સહિતનાં પોલીસ મથકોમાં હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી અને પ્રોહિબિશન સહિતના કુલ ૨૮ ગુનાઓ નોંધાયેલા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયા દ્વારા પાસા હેઠળ અટકાયતનો હુકમ કરવામાં આવતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે સાહિલને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
