<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સજા વોરંટના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ બાલાસરાને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

બાતમીના આધારે આરોપીને ઝડપી લઈને જામનગર જિલ્લા જેલમાં જમા કરાવવા કાર્યવાહી

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈનીની સુચના મુજબ તથા પીયુષ આર.વાંદા નાયબ પોલીસ અધિક્ષક જામ.ગ્રામ્ય વિભાગનાઓના માર્ગદર્શન તેમજ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.આંબલીયા નાઓના સુચનાથી નામદાર કોર્ટ તરફથી મળતા સજા વોરંટની બજવણી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી તે અનુસંધાને જરૂરી વર્ક આઉટ કરી રહેલ હતા દરમ્યાન ૭માં એડી.ચીફ જ્યુડી. મેજી.સા. જામનગરના ફોજદારી કેસ નંબર-૮૭૮૬/૨૦૧૮ ના કામે આરોપી ભરતભાઇ દેવદાનભાઇ બાલસરા (રહે. ખંઢેરા ગામ તા-કાલાવડ જી.જામનગર વાળા)નુ સજા વોરંટ બજવણી માટે મળેલ હોય અને આરોપી છેલ્લા દોઢેક વર્ષથી સજાના બજવણીના હુકમથી ભાગતો ફરતો હોય જેથી આ કામે આરોપી ભરતભાઇ દેવદાનભાઇ બાલસરા (ઉ વ-૩૯) ધંધો ડ્રાઇવીંગ (રહે. હાલ. પરા પીપળીયા ગામ તા.જી. રાજકોટ વાળા) ને પોલીસ હેડ કોન્સ નિતેશભાઇ છૈયા તથા પો.કોન્સ હાર્દિકપરી ગોસાઇનાઓને સંયુક્ત હકીકતના આધારે પકડી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે જમા કરવા માટે ધોરણસરની કાર્યવાહી કરવામાં  
  પકડાયેલ આરોપી (૧) આરોપી ભરતભાઇ દેવદાનભાઇ બાલસરા ઉવ-૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ. પરા પીપળીયા ગામ તા.જી.રાજકોટ

 આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ P.I.એન.વી.આંબલીયા તથા PSI આર.બી.ઠાકોર HC.નીતેશભાઇ છૈયા તથા HC.મહેશભાઇ ચાવડા તથા PC હાર્દિકપરી ગોસાઇ તથા PC ગોપાલસિંહ જાડેજા તથા PC રાહુલભાઇ ઠાકુર દ્વારા કરવામા આવેલ છે.

(5:07 PM IST)